રાજકોટ
News of Tuesday, 22nd May 2018

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકારની ખોરા ટોપરા જેવી દાનત છતી : ભાવેશ ભાસા

રાજકોટ તા. ૨૨ : ખેડુતો માટે ભાજપ સરકારની નીતિ ખોરા ટોપરા જેવી હોય તેમ ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૬૦૦ કરોડના બદલે રૂ. ર૦૦૦ કરોડનું નુકશાન થવા જઇ રહ્યાનું રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ભાવેશભાઇ ભાસાએ જણાવેલ છે. તેઓએ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ છે કે ખેડુતોને મણ દીઠ રૂ.૧૫૦ બોનસ ચુકવ્યુ હોત તો પણ છસ્સો કરોડ જ ખર્ચ થાત. સવા ચાર કરોડ મણ ખરીદ કરેલ મગફળીના જેતે ખેડુતને બજાર ભાવે નાણાં આપવાનો સરકારનો ઇરાદો હોત તો ભાવ ભેરના રૂ. ૧૫૦ મણ દીઠ બોનસ આપી દેવાયુ હોત તો ૬૦૦ કરોડની આસપાસ ખર્ચમાં સહાયમાં સરકારને તમામ વહીવટ પુરો થઇ જાત.

સરકારને મગફળીની મજુરી, માર્કેટ શેષ, બારદાન ટ્રાન્સપોર્ટેશન કમીશનના ખર્ચમાં  જ સહાય ચુકાવાય જાય તેમ હાલ સરકારે મગફળી ખરીદ કરવા માટે રૂ.૪૦૦૦ કરોડનું રોકાણ કરવું પડયુ છે.

ખોટા વાયદા બતાવવાને બંધ કરી ખેડુતોને ખરો લાભ મળતો થાય તેવું કરવા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ભાવેશ ભાસા (મો.૯૯૦૯૦ ૧૦૩૧૦) એ પત્રના અંતમાં જણાવેલ છે. (૧૬.૨)

(11:54 am IST)