રાજકોટ
News of Thursday, 22nd April 2021

કોવિડ માટે વધુ એક સ્મશાનની વ્યવસ્થા

માનવ સેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ સ્મશાનની મુલાકાત લેતા મેયર પ્રદિપ ડવ

તાકિદે ૧પ ખાટલા કાર્યરત :.. લોધીકા તાલુકાના વાગુદડ ગામ નજીક ન્યારી ડેમ પાસે ૧પ ખાટલાનું સ્મશાન કાર્યરત કરવામાં આવ્યું છે. મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા સંચાલીત સદભાવના  વૃધ્ધાશ્રમના સહયોગથી ચાલી રહેલ સ્મશાન ગૃહની મુલાકાતે મેયર પ્રદીપ ડવે લીધી હતી. અને મૃતકોના પરીવારને સાંત્વના પાઠવી હતી. તે  વખતની તસ્વીર (તસ્વીર : ભીખુપરી ગોસાઇ (ખિરસરા)

રાજકોટ :.. શહેરમાં કોરોનાના કેસોનો વ્યાપ વધી રહેલ છે ત્યારે કોરોના દર્દીઓના દુઃખદ અવસાન બાદ સદ્દગતની અંતિમ ક્રિયા માટે દ્યણો સમય લાગે છે તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનાને કારણે ખુબ જ મુશ્કેલી અનુભવે છે. અવસાન પામેલ દર્દીઓની અંતિમ ક્રિયા વહેલાસર થાય તે માટે જુદા જુદા સ્મશાનના હોદેદારશ્રીઓ સાથે મીટીંગો મેયર પ્રદિપ ડવે ચર્ચાઓ કરી હતી.   માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે ન્યારી ડેમ પાસે આવેલ વાગુદળ રોડ પર સ્મશાન શરૂ કરેલ છે. જેમાં ૧૫ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ સ્મશાનમાં કોવીડ બોડીની અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોવીડ બોડીના અંતિમ સંસ્કાર માટે જુદા જુદા સ્મશાનમાં ૫ ઈલેકટ્રીક, ૧ ગેસ તથા ૪૭ ખાટલા સાથે કુલ ૫૩ કોવીડ બોડીની અંતિમ ક્રિયા થઇ શકશે. તેમજ અન્ય સ્મશાનો મળી કુલ ૨૯ ડેડ બોડીની અંતિમ ક્રિયા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(4:05 pm IST)