રાજકોટ
News of Thursday, 22nd April 2021

ખોખળદડ નદીના પુલ પાસે તીન પત્તીનો જુગાર રમતા આઠ શખ્સો પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ આઠેય શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ, તા.૨૨: ખોખળદડ નદીના પુલ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ખોખળદડ નદીના પુલ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ક્રાંઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ, જીજ્ઞેશભાઇ, પ્રતાપસિંહ, દેવાભાઇ સહિતે દરોડો પાડી ખોખળદડ નદીના પુલ પાસે તીન પતીનો જુગાર રમતા કોઠારિયા રોડ હુડકો ચોકડી સીતારામ સોસાયટીના મહેશ વાલાભાઇ ખાટરીયા, વિજયનગર શેરી નં.૨ના હિતેશ ભરતભાઇ ગૌસ્વામી, આર.ટી.ઓ પાસે મનહર સોસાયટીના અશોક વેલજીભાઇ મોતાજી, જંગલેશ્વર મેઇન રોડ, રાધાકૃષ્ણ શેરી નં. ૧૧ના મહેશ મોહનભાઇ જગોડ, જંગલેશ્વર રાધાકૃષ્ણ આવાસ શેરી નં.૧૧ના ભુપત બાબુભાઇ દેગામા, પોપટપરા કૃષ્ણનગર શેરી નં.૪ના ભાવેશ રમેશભાઇ સવાણી, નાના મવા રોડ લક્ષ્મણ ટાઉન શીપ સી-૬૦૯ના રાજેશ હસમુખભાઇ કોટેચા અને કોઠારિયા રોડ સહકાર સોસાયટીના જયેશ સાગર ઘસાભાઇ ટીવાલતને પકડી લઇ રૂ.૨૮૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. રાજેશ ઓટો કન્સલ્ટન્સનો વેપાર અને ભાવેશ કારખાનુ ધરાવે છે. પોલીસે આઠેય શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:21 pm IST)