રાજકોટ
News of Thursday, 22nd April 2021

મોચી બજારમાં દૂકાન આડેથી રિક્ષા થોડી દૂર રાખવાનું કહેતાં ફૂટવેરના વેપારીની ધોલધપાટ

હનીફભાઇ દોસાણીને રિક્ષામાં પડ્યા રહેતાં શખ્સોએ માર માર્યો

રાજકોટ તા. ૨૨: મોચી બજારમાં રહેતાં અને ઘર નજીક જ ફતેહ ફૂટવેર નામે બૂટ ચપ્પલની દૂકાન ચલાવતાં વેપારી હનીફભાઇ કાદરભાઇ દોસાણી (ઉ.વ.૪૦) પોતાની દૂકાને હતાં ત્યારે રિક્ષાવાળા શખ્સોએ ઘુસ્તા પાટા અને પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

હનીફભાઇના કહેવા મુજબ અમુક શખ્સો રિક્ષા લઇને સતત મારી દૂકાન સામે ઉભી રાખીને અંદર બેસી રહે છે. ગાળાગાળી કરતાં રહે છે. ગ્રાહકો આવે તો તેને આ રિક્ષા નડતરરૂપ બને છે. તેમને અવાર-નવાર રિક્ષા થોડે દૂર રાખવાની વિનંતી કરી હતી. ગઇકાલે પણ દૂકાન આડે રિક્ષા રાખી હોઇ દૂર લેવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(12:49 pm IST)