નવાગામમાં ધરારપ્રેમીએ બે સંતાનની માતાને ધોકા-પાઇપથી માર માર્યો
સોનુ મોગલને સારવાર આપવી પડીઃ પતિ ઇમરાન કહે છે-અનિલ પરાણે મારી પત્નિને સંબંધ રાખવા કહી અઠવાડીયાથી હેરાન કરે છે
રાજકોટ તા. ૨૨: નવાગામ આવાસ યોજના કવાર્ટરમાં રહેતી સોનુબેન ઇમરાન મોગલ (ઉ.વ.૨૨)ને રાત્રીના મામાવાડીના શખ્સ અનિલ તથા તેની સાથેના બે અજાણ્યાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.સોનુબેનના પતિ ઇમરાનભાઇએ જણાવ્યું હતું કે મારે બે સંતાન છે. મારી પત્નિને અનિલ પોતાની સાથે ધરાર બોલવાનું કહી પ્રેમ રાખવાનું કહી હેરાન કરે છે. છેલ્લા અઠવાડીયાથી તે સતત ફોન કરી ટોર્ચર કરે છે. થોડા દિવસ પહેલા પણ આ બાબતે તેને સમજાવ્યો હતો અને ત્યારે માથાકુટ થઇ હતી. ગત રાતે તે બીજા બે શખ્સો સાથે આવ્યો હતો અને મારી પત્નિને તારે મારી સાથે બોલવુ જ પડશે તેમ કહી ઝઘડો કરી માર મારી ભાગી ગયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.