રાજકોટ
News of Monday, 22nd April 2019

નહેરૂનગર, રાજીવનગર અને બજરંગવાડી વિસ્તારમાં પોલીસનું ફુટ પેટ્રોલીંગ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેરમાં શાંતીપુર્વક વાતાવરણમાં આવતીકાલે લોકો મતદાન કરી શકે અને તેમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આજે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ના રવીમોહન સૈની, ઝોન-રના મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી સહીત સ્ટાફ સાથે નહેરૂનગર, રાજીવનગર, બજરંગવાડી તથા ગાંધીગ્રામ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)