રાજકોટ
News of Monday, 22nd April 2019

પડધરીના ઉકરડાની સીમમાં જૂગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૯ પતાપ્રેમીઓ પકડાયા

દિલીપ પટેલ વાડીમાં જૂગાર રમાડતો'તોઃ ૧.૩૦ લાખની રોકડ સહિત ૬.પ૯ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. રર :.. પડધરીના ઉકરડા ગામની સીમમાં વાડીમાં ચાલતા જૂગારના હાટડા પર પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૯ શખ્સોએ ૬.પ૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ એચ. એમ. જાડેજા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી અન્વયે પ્રોહી. જૂગારના સફળ કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. જે. વી. વાઢીયા તથા સ્ટાફને ઉકરડા ગામની સીમમાં દિલીપભાઇ મગનભાઇ કકાણીયાની વાડીની ઓરડીમાં જૂગાર રમતા હોવાની મળેલ હકિકત આધારે રેઇડ કરી જૂગાર રમતા દીલીપભાઇ મગનભાઇ કકાણીયા પટેલ રહે. ઉકરડા, કૌશીક હરજીવનભાઇ મેરજા પટેલ રહે. મોરબી રવાપર રોડ, બોની પાર્ક, હેમત લાલજીભાઇ ડઢાણીયા પટેલ રહે. નસીતપર તા. ટંકારા, વશરામ કરશનભાઇ અધરોજા પટેલ રહે. મોરબી રવાપર રોડ વિજયનગર, વલ્લભ રવજીભાઇ તળપદા પટેલ રહે. મોવૈયા ગામ, બળવતસિંહ ઉર્ફે બીન્દર વખતસિંહ વાઘેલા, દરબાર રહે. મોરબી-ર ઉમા ટાઉન શીપ, રસીક કરશનભાઇ હરણીયા, પટેલ રહે. ઉકરડા, સહદેવસિંહ ચદુભા જાડેજા દરબાર રહે. પડધરી શાંતિનીકેતન સોસાયટી તથા, કિશોર સવજીભાઇ કાસુન્દ્રા પટેલ રહે. ઉકરડાને રોકડ રૂપિયા ૧,૩૦,૧૦૦ મોબાઇલ નંગ ૮ કિ. રૂ. ૧૪,૦૦૦ હ્યુડાઇ ક્રેટા કાર-૧ કિ. રૂ.પ,૦૦,૦૦૦ તથા મો. સા. ૧ કિ. રૂ. ૧પ૦૦૦ મળી કુલ રૂ. ૬,પ૯,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી  કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો. સબ. ઇન્સ. જે. વી. વાઢિયા સાથે પો. હેડ કોન્સ. જે. કે. ચૌહાણ, પો. હેઙ કોન્સ. ફીરોજભાઇ બ્લોચ, પો. કોન્સ. કૃપાલભાઇ, યુવરાજસિંહ, પ્રભાતભાઇ, જગતસિંહ તથા જયેન્દ્રસિંહ વિગેરે જોડાયા હતાં.

(3:49 pm IST)