રાજકોટ
News of Monday, 22nd April 2019

તીરૂપતી સોસાયટીમાં મર્સિડીઝ કારે ત્રણ બાઇકને ઉલાળ્યા

લત્તાવાસીઓએ કારનો પીછો કરી મોબાઇલમાં ફોટો પાડી લીધોઃ ફરિયાદ નોંધાતા કાર ચાલકની શોધ

રાજકોટઃ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી તિરૂપતી સોસાયટીમાં શેરીનં. ૩માં પૂરઝડપે પસાર થતી મર્સિડીઝ કાર ચાલકે ત્રણ બાઇકને ઉલાળતા અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને શેરીમાંથી પસાર થયેલી કારે જીતેશભાઇ વાઘજીભાઇ અજાણી તથા તેના પાડોશી ધવલસિંહ રાજપૂત અને વજુભાઇ મોલીયાની બાઇકમાં નુકશાન પહોંચાડયંું હતું. જેમાં જી.જે. ૩ સી.બી. ૫૮૪૬ અને જી.જે. ૩ એફ.ઇ. ૪૭૩૪ નંબરની બાઇકમાં તેમજ જી.જે. ૩ જે.જે. ૫૨૬૧ નંબરના બાઇમાં આગળના ભાગે નુકશાન થયું હતું. અને કમલેશભાઇ માલાણી નામના રહેવાસીએ પોતાના બાઇક પર ભાગી ગયેલી કારનો પીછો કરી પોતાના મોબાઇલમાં ફોટો પાડી લીધો હતો. બાદ તિરૂપતિ સોસાયટીમાં રહેતા જીતેશભાઇ વાઘજીભાઇ અજાણીએ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જી.જે. ૩ કે.પી. ૯૮૧૬ નંબરની  મર્સિડીઝ કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલકરી પીએસઆઇ એન.જે. જાડેજાએ ચાલકની શોધખોળ આદરી છે.

(3:47 pm IST)