રાજકોટ
News of Monday, 22nd April 2019

થોરાળાના વિનોદનગરમાં શામજી મકવાણા સહિતનો પથ્થરમારો-બોટલાના ઘાઃ મોહનભાઇની આંખમાં ઇજા

ઘરની બારીમાં નુકશાનઃ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં ચાર જણાએ ધમાલ મચાવી

રાજકોટ તા. ૨૨: નવા થોરાળાના ન્યુ વિનોદનગર-૧માં ઘર પાસે ગાળો બોલવાની ના પાડવામાં આવતાં વણકર પ્રોૈઢ, તેના ભાઇ અને પુત્ર પર આ વિસ્તારમાં જ રહેતાં પિતા-પુત્ર સહિતના ચાર જણાએ હુમલો કરી પથ્થરમારો અને કાચની બોટલોાના ઘા કરી બારીઓમાં નુકસાન કરતાં તેમજ એક બોટલનો ઘા વણકર પ્રોેઢની આંખ પર આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કણકોટ ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૩૧૧માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં મોહનભાઇ ખીમજીભાઇ રાઠોડ (વણકર) (ઉ.૫૧) ગઇકાલે પુત્ર કુલદીપ (ઉ.૨૨)ને લઇને થોરાળા વિનોદનગરમાં મોટા ભાઇ નાનજીભાઇ ખીમજીભાઇ રાઠોડના ઘરે અને પોતાનું ઘર પણ અહિ હોઇ આટો મારવા આવ્યા હતાં. આ વખતે ઘર પાસે શામજી મકાભાઇ મકવાણા સહિતના ગાળાગાળી કરતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં શામજી તથા તેનો મોટો પુત્ર, તથા સોથના નાગેશ, દેવશી સહિતનાએ વધુ ગાળો બોલી ડખ્ખો શરૂ કર્યો હતો અને જોતજોતામાં સોડા બોટલોના ઘા ચાલુ કર્યા હતાં. તેમજ પથ્થરમારો કરતાં મોહનભાઇ, તેના ભાઇ, પુત્ર સહિતના ઘરમાં જતાં રહ્યા હતાં. આથી ઉશ્કેરાયેલા શામજી સહિતે ઘરની બારી પર પથ્થર-બોટલોના ઘા કરી કાચ ફોડી નાંખ્યા હતાં. એ પછી મોહનભાઇ સહિતના અગાસીએ ચડી ગયા હતાંઉ ત્યાંથી મોહનભાઇએ શેરીમાં ડોકુ કાઢતાં જ એક બોટલ તેમની આંખ પર આવતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. સારવાર માટે દાખલ થતાં થોરાળાના એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ તેમની ફરિયાદ પરથી શામજી સહિતના ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં ઘાયલ થયેલા મોહનભાઇ અને બારીમાં થયેલી તોડફોડ જોઇ શકાય છે.

(3:45 pm IST)