રાજકોટ
News of Monday, 22nd April 2019

અકસ્માત કરી મૃત્યુ નિપજાવવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૨૨  :  બેફીકરાઇથી પુરઝડપે વાહન  ચલાવી અકસ્માત કરી મૃત્યુ નીપજાવવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કામના ફરીયાદી   દિપક ધીરેન્દ્રભાઇ ગજ્જર, રહે. રાજકોટ વાળાઅ ે સને ૨૦૧૪ ની સાલમાં આરોપી મનોજ કરશનભાઇ ખુંટ, રહે.  શ્વાતી પાર્ક બ્લોક નં. ડી/૫૩, કોઠારીયા રોડ, રાજકોટવાળા વિરૂધ્ધ ભકિતનગર પોલીસ  સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલી કે, આરોપીએ  ફરીયાદીના પિતાશ્રી સાથે અકસ્માત કરેલ અને ચાલુ સારવાર દરમ્યાન ફરીયાદીના પિતાશ્રીનું  મરણ થયેલ હોય, તે મુજબની ફરીયાદ કરેલ.

સદરહુ કેસમાં સાહેદોની જુબાની થઇ ગયા બાદ આરોપીના વકીલશ્રીએ એવી દલીલ કરેલી કે, આરોપીની વાહન ચલાવવાની  બેદરકારી, બેફામપણું, વાહનની ઝડપ, નંબર વિશે કે આરોપીની ઓળખ અંગેની ક ે આરોપી  સામેના આક્ષેપીત ગુનાની કોઇપણ હકીકત ફરીયાદ પક્ષ નિઃશંકપણ ે પુરવાર કરવામા  ં નિષ્ફળ ગયેલ હોય આરોપીન ે નિર્દોષ  છોડી મુકવાની રજુઆત કરેલ હતી.

આ કેસમાં રજુ થયેલ પુરાવાઓ તથા સાહેદોની જુબાની અને ફરીયાદ પક્ષ અને બચાવ પક્ષની દલીલો  સાંભળીને રાજકોટના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે આરોપી મનોજ કરશનભાઇ ખુંટને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના વકીલશ્રી   વિપુલ આર. ભટ્ટ તથા  શૈલેષ એલ. સુચક રોકાયેલ હતા.

(3:44 pm IST)