રાજકોટ
News of Monday, 22nd April 2019

સુશાસન અને સુરાજયના વિઝન - મિશનથી આગળ વધતુ ભાજપ રાજયની તમામ બેઠકો ઉપર વિજય મેળવશે

રાષ્ટ્રહિતમાં મતદાન કરો : રાજુભાઈ ધ્રુવની અપીલ

રાજકોટ, તા. ૨૨ : ભૂલો ભલે બીજું બધું મતદાન કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર તરફથી મળેલા સરકારી શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામત, ખેડૂતોનાં ખાતામાં ૬-૬ હજાર રૂપિયા, ટેકાના ભાવે ખરીદી અને સબસીડી, આયુષ્માન-અમૃતમ કાર્ડ, પાકિસ્તાન પર સર્જીકલ/એર સ્ટ્રાઈક, ખાતર, પાણી, વીજળીની સમસ્યામાંથી મુકિત, એઈમ્સ અને એરપોર્ટને મંજૂરી, સૌની યોજના, પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘરનું ઘર, ઓવરબ્રીજ, સિકસલેન રોડરસ્તા સહિતની સુવિધાઓ-યોજનાઓને ભુલવા પ્રવકતા અને ભાજપ મીડીયા ઈન્ચાર્જ શ્રી રાજુભાઈ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.

સૌનાં સાથ સૌનાં વિકાસ માટે, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર સેવા માટે, સમતા અને સમરસતા માટે, રાષ્ટ્રીય અસ્મિતાનાં સન્માન માટે, સુરક્ષિત અને શકિતશાળી રાષ્ટ્ર નિર્માણ માટે, ભ્રષ્ટાચારમુકત અને આતંકવાદમુકત ભારત માટે, સ્થિર, નિર્ણાયક અને પારદર્શી સરકાર માટે, ભારતનાં સાંસ્કૃતિક ગૌરવની પુનઃપ્રતિષ્ઠા માટે, એક ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારતનાં નિર્માણ માટે, સ્વાસ્થ્ય ક્રાંતિ અને સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક સુરક્ષા માટે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતનાં મતદાતાઓને મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખીને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી છે.

૨૩ એપ્રિલે અવશ્ય-અચૂક મતદાન કરીને ભાજપના ઉમેદવારોને વિજય અપાવી શ્નઝ્રઊંઙ્ગક્ન સાથ, સબકા વિકાસ'નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અનોખું સપનું મજબૂતપણે સાકાર કરવા મતદાતાઓને અનુરોધ કરતા રાજુભાઈએ જણાવ્યું છે કે, કેન્દ્રમાં પાંચ વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ૨૨થી વધુ વર્ષથી ભાજપની સરકાર છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે. સુશાસન તેમજ સુરાજયના વિઝન અને મિશનથી આગળ વધી રહેલ ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠકો પરથી ભવ્ય જીત હાંસલ કરશે તથા ગુજરાતની ૨૬ એ ૨૬ બેઠકો સહિત ભારતભરમાં ૪૦૦ બેઠકો પરથી કેસરિયો લહેરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. કેન્દ્ર અને રાજય બંનેમાં છેલ્લાં પાંચ વર્ષથી ભાજપ સરકાર હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસે બેગણા તો રાત્રે ચૌગણા અભૂતપૂર્વ-અકલ્પનિય વિકાસ કાર્યો થયેલા છે. જો ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોની ખાતર, પાણી અને વીજળીની કાયમી સમસ્યાનો ઉકેલ ભાજપ સરકારે લાવ્યો છે. ખેડૂતોના ખાતામાં ૬-૬ હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ખેતીમાં સબસીડી આપવામાં આવી છે અને ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવી છે. પાછલા પાંચ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થઈ લોકોનું જીવનધોરણ ઉચું આવ્યું છે. રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો પરનાં ભાજપ ઉમેદવારો પ્રજાનાં સેવક તરીકે કામ કરતા આવ્યા છે અને હજુ પણ તેઓ જનપ્રતિનિધિ તરીકે પ્રજાની સેવા કરવા ઉત્સુક-ઉત્સાહિત છે. છેલ્લા સાત દાયકા દરમિયાન જયાં-જયાં કોંગ્રેસે સત્ત્।ા મેળવી છે અને શાસન કર્યું છે ત્યાં-ત્યાં દરેક જગ્યાએ બેફામ ભ્રષ્ટાચાર આચર્યો છે અને આતકવાદને પ્રોત્સાહન આપ્યું છે. નહેરુ-ગાંધી પરિવારે કયારેય પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરી નથી અને ૬૦ વર્ષથી માત્ર ગરીબી હટાવવાની પાયાવિહોણી વાતો જ કરી છે. આવી નખશીખ ભ્રષ્ટ કોંગ્રેસને વધુ એકવખત તેનું સ્થાન બતાવી દેવા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:36 pm IST)