રાજકોટ
News of Monday, 22nd April 2019

હાર ભાળી ગયેલો ભાજપ અરાજકતા સર્જી અશાંતિ ફેલાવવા માંગે છે : લલીત કગથરા

સંપતિવાનોનો પક્ષ ભાજપ ગરીબોનું છીનવીને અમીરોને ખવડાવે છે, કોંગ્રેસ ન્યાય કરશે : ૫ વર્ષમાં શું થયું એનો વિચાર કરીને મત આપજો : હિતેશ વોરા :સરકાર કોની બનાવવી છે? દેશ કોને સોંપી દેવો છે : અશોક ડાંગર

રાજકોટ તા. ૨૨ : રાજકોટ શેહર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને લોકસભા રાજકોટ મતવિસ્તારના ઉમેદવાર લલિત કગથરાએ એક યાદીમાં જણાવ્યું કે ગુજરાતભરમાં શાસક ભાજપ તંત્રની મદદથી ગુંડાગીરી પર ઉતરી આવ્યો છે. ગુજરાતમાં ૨૬ માંથી ૨૬ બેઠક મેળવવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને વચન તો આપ્યું પણ લોકોમાં એ વાત ભાજપ લઇ જઇ શકયો નથી એટલે હવે વિપક્ષના ઉમેદવાર કે એની સભામાં જનાર પર હુમલા કરાવી રહ્યો છે. આ જ એની પરંપરા છે અને હવે લોકોએ ઓળખીને એને મત આપવા ન જોઇએ એવી અમે જારહેર અપીલ કરીએ છીએ. શાંત અને સલામત ગુજરાતમાં કયારેય ચૂંટણીના આગલા દિવસોમાં આવા હુમલાના બનાવ બન્યા નથી.

અશોકભાઇ અને લલિતભાઇએ યાદીમાં જણાવ્યું કે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર હુમલો થયો એની પાછળ ભાજપના જ લોકો હતા ૨૦૧૫થી આંદોલન ચાલે ત્યારે તો હાર્દિક પર કોઇ હુમલો થયો નહોતો કારણ કે ભાજપને પાટીદાર મત તૂટવાનો ડર હતો. હાર્દિકે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું એટલે ભાજપને એ ખૂંચવા લાગ્યો અને કેન્દ્ર સુધી એની અસર પડશે એવું લાગતાં એનો જુસ્સો તોડવાનો આ પ્રયાસ છે. હાર્દિક પટેલ પરના હુમલાનો બનાવ તાજો જ હતો ત્યાં તો અમદાવાદના નિકોલમાં ગીતાબહેન પટેલની સભા અટકાવીને ભાજપના ગૂંડા તત્વોએ ખુરશીઓના ઘા કરીને ત્યાં પણ ગુંડાગીરી કરીને હાર્દિકને બોલવા જ ન દીધા. ભાજપને હાર્દિકનો આટલો બધો ડર કેમ લાગી ગયો અચાનક એ સમજાતું નથી.

સત્ત્।ા માટે ભાજપ હિન્ન કક્ષાએ ઉતરી ગયુ છે. આવતીકાલે ૨૩મી તારીખે જયારે મતદાન છે ત્યારે હવે લોકોએ આ બધા બનાવ પણ ધ્યાને રાખીને મત આપવા જોઇએ એવું લલિતભાઇ અને અશોકભાઇએ કહ્યું હતું.

રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાએ એક યાદીમાં જણાવ્યું છે કે ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપ એવો પ્રચાર કરતો હતો કે મોંદ્યવારીનો માર બહુ સહન કર્યો હવે મોદી સરકાર ઉધ્ધાર કરી શકશે. પણ પાંચ વર્ષમાં મોંદ્યવારી કયાંય ઓછી થઇ નહીં. પેટ્રોલનો ભાવ ૯૦ રુપિયા થઇ ગયો ત્યાં સુધી આપણા વડાપ્રધાન પરદેશમાં જઇને મોટી અને ખોટી વાતો કરતા રહ્યા. આર્થિક ઉન્નતિની વાતો કરનારા ભાજપના રાજમાં બેરોજગારી વધી. જે જે વાતનો ભાજપે વિરોધ કર્યો હતો એ જીએસટી, એફડીઆઇ એ બધું એણે જ અમલી બનાવ્યું અને દેશનું સંચાલન ઉદ્યોગોને જાણે સોંપી દીધું. શું આ ભાજપને, આ નરેન્દ્રભાઇ મોદીને ફરીથી સત્ત્।ા આપશું આવો એક સવાલ આવતીકાલે મતદાન કરતાં પહેલાં સૌએ પોતે પોતાને પુછવો જોઇએ એવું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને લોકસભાના ઉમેદવાર લલિતભાઇ કગથરાએ કહ્યું હતું.

બંને પ્રમુખોએ કહ્યું કે પાંચચ વર્ષ દરમિયાન નોટબંધીને લીધે નાના વેપારીઓ, મધ્યમવર્ગે કેટલું સહન કર્યું અને ભાજપને ચૂંટણી ફંડ આપનાર મોટા ઉદ્યોગપતિઓનું કાળું નાણું સેટલ થઇ ગયું. આર્થિક સુધારાના નામે તંત્રને બગાડી નાંખવામાં આવ્યું. જીએસટીમાં આજે સરકારે અનેક છૂટ આપી એનું કારણ જ એ છે કે એ ભૂલ ભરેલું પગલું હતું અને વેપારીઓનો રોષ સરકારને શબર પડી હતી. પણ જે નુકસાન થઇ ગયું એ કોણ ભરપાઇ કરશે, ભાજપ આમ પણ સંપત્ત્િ।વાનોનો પક્ષ છે. ગરીબોનું છીનવીને અમીરોને ખવરાવવામાં જ માને છે. ગુજરાતમાં પણ ૨૨ વર્ષમાં એજ કર્યું છે. મધ્યપ્રદેસમાં વ્યાપમ કૌભાંડમાં પણ ભાજપના હાથ કાળા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની પછી આર્થિક સુધારાના નામે ઉદ્યોગપતિઓનું ભાવિ સુધારવાનું કામ થયું છે.

કોંગ્રેસ તો ન્યાયની વાત લઇને આવી છે. ગરીબોને દર વર્ષે રૂ.૭૨ હજાર આપવાનું વચન અપાયું છે. ઉપરાંત મહિલાઓ માટે સરકારી નોકરીમાં ૩૩ ટકા અનામતની પણ જોગવાઇ દાખલ કરાશે, બારમાં ધોરણ સુધી સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવાનું પણ અમારું વચન છે. કોણ શ્રમિકો માટે કામ કરશે અને કોણ ઉદ્યોગપતિઓને ઉત્ત્।ેજન આપશે એ નક્કી કરીને મતદાન કરજો એવું શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને હિતેશભાઈ વોરાની સંયુકત અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:33 pm IST)