રાજકોટ
News of Monday, 22nd April 2019

કોર્પોરેશનનાં કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રવાના થતાં કચેરી ખાલીખમઃ કામગીરી ઠપ્પ

રાજકોટ : આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓને પણ ચૂંટણી ફરજ ઉપર મોકલવામાં આવ્યા છે. જેનાં કારણે આજે કોર્પોરેશનની મોટાભાગની કચેરીઓ ખાલીખમ નજરે પડતી હતી. અને કામગીરી પણ ઠપ્પ હતી. જે તસ્વીરમાં દર્શાય છે.  (તસ્વીર અશોક બગથરીયા)

(3:30 pm IST)