રાજકોટ
News of Monday, 22nd April 2019

સાઉથ આફ્રિકામાં વિનામૂલ્યે સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞો

'યહાં કે લોગો કી આંખો કી જયોતિ કે લીએ મુજે નેત્રયજ્ઞ કરને કા સંકલ્પ હૈ' : ગુરૂદેવના મુખેથી નિકળેલા શબ્દો ચરિતાર્થ થશેઃ તા.૨૪ એપ્રિલથી તા.૯ મે સુધી આફ્રિકાના કેન્યાના નૈરોબી વિસ્તારમાં વિવિધ સ્થળે કેમ્પ

રાજકોટ તા. ૨૦ : પૂ. રણછોદડાસજી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સાઉથ આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞોનું આયોજન કરાયુ છે.

તા. ૨૪ એપ્રિલના બુધવારથી શરૂ કરી તા. ૯ મે ગુરૂવાર સુધી આ સેવાયજ્ઞ ચાલશે.

પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના જીવન સંદેશ 'મૂઝે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહી ભૂલના' ને સાર્થક કરી વર્ષો પહેલા સદ્દગુરૂ દેવશ્રી આફ્રિકામાં ગુરૂ બહેન શ્રી જયોતિબેનના આગ્રહથી ઘણો સમય ત્યાં રહ્યા હતા. ત્યાંના વાતાવરણ, સ્થળ, હવા અને એકાંત તથા કિંકારાની જગ્યા તેઓને ગમી ગઇ હતી.

એ સમયે 'યહાં કે ગરીબ લોગો કી મૂજે સેવા કરના હૈ, યહાં લોગો કી આંખો કી જયોતી કે લીએ મૂઝે નેત્રયજ્ઞ કરનેકા સંકલ્પહૈ' એવા શબ્દો તેમના મુખેથી સરી પડયા હતા. આ શબ્દોને ચરીતાર્થ કરવા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા સાઉથ આફ્રિકા ખંડખા કેન્યાનાં નૈરોબી વિસ્તારમાં એપ્રિલ- મે માસમાં મહાનેત્રયજ્ઞનું આયોજન થયુ છે.

જેની સમય સારણી મુજબ તા. ૨૪ એપ્રિલ ૨૦૧૯ ના બુધવારે નાવિશા કેમ્પ, તા. ૨૫ એપ્રિલના ગુરૂવારે લાયન્સ લોરેસો, તા.૨૬ એપ્રિલના શુક્રવારે મુરંગાનું કેમ્પ, તા. ૨૭ એપ્રિલના શનિવારે કમકુંજી ગ્રાઉન્ડસ, તા. ૨૮ એપ્રિલના રવિવારે નૈરોબી રાષ્ટ્રીય ઉદ્યાન, તા. ૨૯ એપ્રિલના સોમવારે તથા તા. ૩૦ એપ્રિલના મંગળવારે લાયન્સ લોરેસો ખાતે નેત્રયજ્ઞ થશે.

જયારે તા.૧ મે ૨૦૧૯ ના મંગળવારે પીસીઇએ સુબુકિયા ન્યાહુરુરુ,  તા. ૨ મે ના શનિવારે કાવાંગવેર, તા. ૬ મે ના સોમવારે બિકરા પ્રા. શાળા, તા. ૭ ના મંગળવારે બાબા એનડોગોપ્રિમ્ય સ્કુલ, તા. ૮ મે ના બુધવારે કિબરા, તા. ં૯ મે ગુરૂવારે મુકુરુ કવા રૂબેન ખાતે નેત્રયજ્ઞ યોજાશે. તેમ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ (મો.૯૮૭૯૭ ૩૪૧૭૮, ફોન ૦૨૮૧ ૨૪૫૭૦૦૯) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)

(12:12 pm IST)