રાજકોટ
News of Monday, 22nd April 2019

આઇ.પી.એલ. ક્રિકે મેચ પર સટ્ટે રમતો પ્રતિક પટેલ પકડાયો

રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ગાંધીગ્રામ પેાલીસ મથકના પીઆઇ વી.વી. ઓડેદરા  તથા એએસઆઇ મહેશભાઇ ભુવા, હેડ કોન્સ. પ્રશાંતભાઇ દિવ્યરાજસિંહ સહિત પેટ્રેોલીંગમા હતા ત્યારે  દિવ્યરાજસિંહ અને પ્રશાંતભાઇ રાઠોડ  તથા મહેશભાઇને મળેલી બાતમીના આધારે  કોટેચા ચોક પાસે, નિર્મળા કોન્વેન્ટ રોડ, સપના કોલ્ડ્રીંકસના નામની દુકાન પાસેથી આઇપીએલના ચાલતા ટી-ર૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો  રમતો પ્રતિક અમૃતલાલ પડસુ઼બીયા(પટેલ) (ઉવ.રપ) રહે અંકુર નગર શેરી નં. ૭, મવડી ચોકડી પાસે) ને પકડી લઇ રૂ. ર૦૭૦ ની રોકડ સહિત રૂ. ૩૭૦૭૦ ની મતા કબજે કરી હતી.

(1:19 pm IST)