રાજકોટ
News of Monday, 22nd April 2019

લોકસભાની ચૂંટણી અંતર્ગત પાંચ સ્થળે પોલીસનો ફલેગ માર્ચ

રાજકોટઃ લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાત રાજયમાં આગામી તા. ર૩/૪ ના રોજ મતદાનનો દિવસ હોઇ જે  અન્વયે શહેરના વિસ્તારોમાં રહેતા લોકો નિર્ભય રીતે  ભયમુકત વાતાવરણમાં શાંતીપૂર્ણ મતદાન કરી શકે તેમજ લોકોનું જાનમાલનુ રક્ષણ થાય અને ગુન્હાઓ બનતા અટકે તેવા આશયથી પેાલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન હેઠળ એસીપી ઝોન-ર ના મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ યુનિવર્સિટી તાલુકા, માલવીયા નગર, પ્રનગર અને ગાંધીગ્રામ પોલીસ મથકનો ડીસ્ટાફ તથા ઝારખંડ આર્મ્ડ પોાલીસ ફોર્સના ૬૦ જવાનો સાથે રૈયાધાર, મફતીયા પરા, ધરમનગર આવાસ યોજના રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડથી કાલાવડ રોડ, તેમજ વામ્બે આવાસ યોજના કવાટર, મવડી ચોકડી, મવડી ગામ તથા પુનીતનગરથી ખોડીયારનગર, ગોકુલધામ સોસાયટી, ગોંડલરોડ, તથા માલવીયા ચોક અને રુખડીયા પરા, પોપટપરા, ભીસ્તીવાડ, તોપખાનાથી બજરંગવાડી મેઇન રોડ, ભોમેશ્વર થી રૈયા રોડ, નેહરુનગરમા ફલેગ માર્ચ કરવામાં આવી હતી.

(12:43 pm IST)