રાજકોટ
News of Wednesday, 22nd March 2023

કુબલીયાપરામાં સંજય મકવાણા દારૂની ભઠ્ઠી ચલાવતાં ઝડપાયો

થોરાળાના પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્‍સ. ધીરૂભાઇ અઘેરા સહિતનો દરોડોઃ દારૂ-આથો-સાધનો કબ્‍જે

રાજકોટ તા. ૨૨: કુબલીયાપરા શેરી નં. પ મહાકાળી પાનવાળી શેરીમાં થોરાળા પોલીસે દરોડો પાડી સંજય કનુભાઇ મકવાણા (ઉ.૨૬)ને દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લીધો હતો.

પોલીસે ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડી દારૂ ૩૦૦ લિટર, દારૂ બનાવવાનો આથો ૮૦૦ લિટર અને ભઠ્ઠીના સાધનો સહિત ૮૬૯૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પીઆઇ ડો. એલ. કે. જેઠવાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી અને ડી. સ્‍ટાફ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોનસ. ધીરૂભાઇ અરજણભાઇ અઘેરાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્‍યો હતો.

(4:12 pm IST)