રાજકોટ
News of Wednesday, 22nd March 2023

રાજકોટમાં ભરઉનાળે ધમધોકાર વરસાદઃ ચૈત્રમાં અષાઢી માહોલ

બપોરે બિન મોસમ વરસાદ તૂટી પડયોઃ શહેરમાં છવાયુ અંધારૂઃ રસ્‍તાઓ ઉપર પાણી વહ્યાઃ ચોમાસા જેવુ વાતાવરણઉભા પાકનો સોથ વળી જતા ખેડૂતો ચિંતાતુરઃ માંદગી ફૂંફાડા મારે તેવી શક્‍યતાઃ રાજકોટની ભાગોળે માખાવડ, રાવકી સહિતના સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં ધમધોકાર વરસાદ

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં કોઈને કોઈ જગ્‍યાએ બિનમોસમ વરસાદ વરસી જાય છે. ત્‍યારે આ લખાય છે. ત્‍યારે બપોરે બે વાગે રાજકોટમાં  ગઈસાંજ બાદ આજે બપોરે ૨ વાગ્‍યાથી ફરી દેધનાધન વરસાદ ચાલુ થયો છે.

શહેરમાં ગઈ સાંજે શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. તો ઉપલાકાંઠે વધુ વરસાદ પડયાનું જાણવા મળ્‍યું હતું. દરમિયાન આજે પણ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ અત્‍યારે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા છે. વરસાદ ચાલુ થયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે હવામાન ખાતા દ્વારા હજુ બે દિવસ રાજયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪મી માર્ચ સુધી આવું જ વાતાવરણ રહેશે. ત્‍યારબાદ વાતાવરણ ચોખ્‍ખુ બનશે.

રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્‍ટો જોવા મળે છે. આ લખાય છે ત્‍યારે વિજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે. એકદમ ચોમાસા જેવું વાતાવરણ બની ગયું છે.

રાજકોટની ભાગોળે માખાવડ, રાવકી, તરવડા સહિતના વિસ્‍તારોમાં અત્‍યારે ભારે વરસાદ તૂટી પડયો છે. આ લખાય છે ત્‍યારે રાજકોટનના મોટી ટાંકી, સદર બજાર, પંચનાથ પ્‍લોટ, ભીલવાસ સહિતના વિસ્‍તારોમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે

(3:16 pm IST)