રાજકોટ
News of Wednesday, 22nd March 2023

મહાદેવ વાડીમાં બિલ્‍ડીંગ પચાવી પાડવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટતા. ૨૨ : રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોકની પાસે મહાદેવા વાડી કોર્પોરેશન સ્‍કુલની બાજુમાં આશરે રપ૦ ચો.વાર જમીન પર બે માળનુ બીલ્‍ડીંગમાં ગેરકાયદેસર કબજો કરાતા નોંધાયેલ લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદના કામે પોલીસે જેલ હવાલે કરેલ આરોપીઓ પ્રફુલભાઈ તુલશીભાઈ જોષી તથા હિરેન જયંતીલાલ કોટકના જામીન સ્‍પેશીયલ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ આનંદ બંગલા ચોકની પાસે મહાદેવા વાડી કોર્પોરેશન સ્‍કુલની બાજુમાં આશરે રપ૦ ચો.વાર જમીન પર બે માળનુ બીલ્‍ડીંગ ફરીયાદીની માલીકીનુ આવેલ છે. જે વેચાણ દસ્‍તાવેજ નં. ૯૦૭પ તથા ૯૦૭૬/ર૦૧૯ તા. ૧૬/૧ર/ર૦૧૯ થી ખરીદ કરેલ અને ત્‍યારથી ફરીયાદી માલીક છે. ફરીયાદીની માલીકીની બીલ્‍ડીંગ રાજકોટ શહેર રેવન્‍યુ સર્વે નં. ૪૧૧, ૪૧ર.ર પૈકી બીનખેડાણ અને ઈમારત બાંધવાની મંજુરીવાળા પ્‍લોટ નં. ૪૧ પશ્‍ચિમ તરફની ચો.વાર ૧રપ ની કિ. રૂ પ૪,૭પ,૪૦૦/- મા આરોપીઓએ ગેર કાયદેસર રીતે પોતાનો સામાન રાખી રહેણાક તથા ગોડાઉન બનાવી ફરીયાદીની માલીકીનુ બીલ્‍ડીંગ આરોપી નં.૧ પ્રફુલભાઈ તુલશીભાઈ જોષી તથા નં.ર હિરેન જયંતીલાલ કોટક તથા આરોપી નં.૩ ધાર્મીબેન કોટકે પચાવી પાડેલ હતું તે સંદર્ભની અરજી /ફરીયાદી કલેકટરને લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદ કરવા માટે કરેલ હતી જે ફરીયાદને અનુસંધાને કલેકટરની અઘ્‍યક્ષતામાં મળેલ કમિટીએ ગુન્‍હો દાખલ કરવાનો હુકમ કરેલ હતો. જેથી માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં લેન્‍ડ ગ્રેબીંગના કાયદા અન્‍વયે ગુન્‍હો દાખલ કરવામાં આવેલ હતો. સદર ગુન્‍હો દાખલ થતા ગણતરીની ઘડીઓમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.

પોલીસે લેન્‍ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુન્‍હામાં આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરતા બન્‍ને આરોપીઓએ તેમના એડવોકેટ રીપન ગોકાણી મારફતે રાજકોટની સ્‍પેશીયલ અદાલતમાં જામીન અરજી કરી હતી.

બન્‍ને પક્ષોની દલીલો તેમજ અરજદાર તરફે રજુ રાખેલ હાઈકોર્ટ તથા નામદાર સર્વોચ્‍ચ અદાલતના ચુકાદાઓ ઘ્‍યાને લઈન સ્‍પે. અદાલત દ્વારા બન્‍ને અરજદાર/આરોપીઓને શરતોને આધીન જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.  આ કામમાં બન્‍ને આરોપીઓ તરફે એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, રોકાયેલ હતા.

(3:07 pm IST)