રાજકોટ
News of Wednesday, 22nd March 2023

મૃતકના વારસોને ૧૦ લાખની વળતરની રકમ વ્‍યાજ સહિત ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટતા. ૨૨ : ગુજરનારને હાર્ટએટેકથી મૃત્‍યુ થયેલ છે કે અકસ્‍માતથી મૃત્‍યુ થયેલ છે, તે બાબતમા પોલીસ પેપર્સ અને સાક્ષીઓના નિવેદનોનુ મહત્‍વ નથી. આ પ્રકારના કેઈસોમા પોસ્‍ટમોર્ટમ કરનાર ડોકટરની જુબાની મહત્‍વની છે. ગ્રાહક તકરાર કમીશન, જુનાગઢનો ઐતિહાસીક ચુકાદો. ગુજરનાર મનસુખભાઈ મોહનભાઈ, રહે.જુનાગઢના વારસદારોને વળતરની રકમ રૂા.૧૦,૦૦,૦૦૦/- તે ૭ % વ્‍યાજ સાથે ચુકવવા, એસ.બી.આઈ.જનરલ ઈન્‍સ્‍યુરન્‍સ કંપની સામે મહત્‍વનો ચુકાદો.

ગત તા.૯.૧૦.ર૦ર૧ ના રોજ સવારે ૯.૦૦ વાગ્‍યે ગુજરનાર મનસુખભાઈ મોહનભાઈ કાછડીયા, ઉ.વ.પ૦, તાલાલા (ગીર)ના રસ્‍તા ઉપરથી પસાર થઈ રહયા હતા ત્‍યારે તેઓને અચાનક છાતીમા દુઃખાવો ઉપડતા તેઓએ તેના ભત્રીજા સંજયને ફોન કરીને તાત્‍કાલીક તાલાલા રોડ ઉપર આવવા જણાવેલ. સંજય કાછડીયા તાત્‍કાલીક મોટર સાયકલ ઉપર કાકા મનસુખભાઈને લઈને હોસ્‍પીટલને જતા હતા ત્‍યારે અચાનક કાકા મનસુખભાઈ સ્‍કુટર ઉપરથી નમી ગયેલા, આથી સ્‍કુટર ઉભુ રાખતા મનસુખભાઈ પડી ગયેલા અને તેઓને માથામા ઈજાઓ પણ થયેલી, અને મૃત્‍યુ પામેલા. આ કામમા તાલાલા પોલીસને જાણ કરતા તાલાલા પોલીસે સ્‍થાનીકોના અને સંજય કાછડીયાનુ ખુદનુ નિવેદન લઈ ગુજરનારને હાર્ટએટેક આવેલ છે, તેવુ કારણ કાઢેલ, અને તે રીતે પોલીસ પેપર્સ તૈયાર કરેલા. પરંતુ ગુજરનારનુ ડેડ બોડી તાલાલા સરકારી હોસ્‍પીટલમા જતા ગુજરનારને માથામા ઈજાઓ થયેલ હોવાનુ તથા શરીરના અન્‍ય ભાગો ઉપર બાહય ઈજાઓ થયેલ હોવાનુ માલુમ પડતા ગુજરનારના વારસદાર સ્‍મીતાબેન કાછડીયાએ કલેઈમ ફોર્મ ભરી, ગુજરનારની પર્સનલ એકસીડેન્‍ટની રૂા.૧૦ લાખની પોલીસી હોય, જરુરી પેપર્સ સાથે વિમા કંપની પાસે કલેઈમ મુકેલ હતો અને બાદ ગ્રાહક તકરાર ફોરમ જૂનાગઢમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક તકરાર નિવારણ કમીશન, જુનાગઢે ફરીયાદીની તમામ દલીલો, પુરાવાઓ, અને સાઈટેશનો ઘ્‍યાનમા લઈ એસ.બી.આઈ. જનરલ ઈન્‍સ્‍યુરન્‍સ કંપનીને ફરીયાદીને વળતર પેટે રૂા.૧૦ લાખ તે ૭ % વ્‍યાજ સાથે અને રૂા.રપ,૦૦૦/- ખર્ચના ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કામમા ફરીયાદી વતી એડવોકેટશ્રી સંજય નાયક અને જેતપુરના એડવોકેટશ્રી બી.વી.શાહ તથા મદદમા શ્રી સુનીલભાઈ વાઢેર તથા શ્રી કિરીટભાઈ વોરા રોકાયેલ હતા.

(3:07 pm IST)