રાજકોટ
News of Friday, 22nd March 2019

ડિટર્જન્ટ લિકવીડ વેંચવા આવેલા ગઠીયાઓએ રેસકોર્ષ પાર્કમાં બે વણિક વૃધ્ધાને સોનાના દાગીના ચળકાવી દેવાના બહાને ૯૦ હજારની ઠગાઇ કરી

રાજકોટ : શહરમાં સોનાના દાગીના ઉજાળી આપવાના બહાને ઠગાઇ કરતાં ગઠીયા મેદાને આવ્યા છે. રેસકોર્ષ પાર્કમાં રહેતાં ૬૫ વર્ષના વણિક વૃધ્ધાના ઘરે ડિટર્જન્ટ લિકવીડ વેંચવાના બહાને આવેલા બે ગઠીયા આ વૃધ્ધા અને ગોંડલથી આવેલા તેમના જેઠાણીને છેતરી સોનાના પાટલા બંગડી કાળા રંગનું પ્રવાહી ભરેલી તપેલીમાં નાંખી નજર ચુકવી કુલ ૯૦ હજારના દાગીના બઠ્ઠાવીને ભાગી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ બારામાં પોલીસે રેસકોર્ષ પાર્કના લીનાબેન પ્રમોદભાઇ પારખે (વણિક) (ઉ.૬૫)ની ફરિયાદ પરથી બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. પ્ર.નગરના મહિલા પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડી વધુ તપાસ કરે છે.

(1:29 pm IST)