રાજકોટ
News of Thursday, 22nd March 2018

'ધન્ય ઘડી રળીયામણી'...મોરબીમાં એક કરોડ 'મહામૃત્યુંજય જાપ'મહાયજ્ઞમાં હોમાશે આહુતિઓ

આર્ય સંસ્કૃતિની ધરોહરસમા યજ્ઞનો રવિવારે ધર્મભીના માહોલમાં આસ્થાભેર આરંભ, વાતાવરણમાં ફુંકાશે પવિત્ર પવન :સતત ૨૦ દિ' રામોજી ફાર્મમાં ફરકશે ધર્મની ધજાઃ અશોકાનંદજી સ્વામી (ઋષિકેશ)ના સાનિધ્યમાં સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમ વાર ધર્મોત્સવ, ભાવિકોમાં અનેરો ઉત્સાહ-આનંદઃ એકત્રિત રાશિ વપરાશે ગૌ સેવામાં

'અકિલા' કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મહાયજ્ઞ વિશે વિગતો વર્ણવતા અશોકાનંદજી સ્વામી (ઋષીકેશ કૃષ્ણાયન ગૌ શાળા), નિરવભાઇ સહિતના દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૨૨: સંત-શૂરા અને દાતારની પાવનભૂમિ સૌરાષ્ટ્રમાં અવાર-નવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીથી પતિત્ર પવન ફુંકાતો રહે છે, એવી જ રીતે મોરબીમાં પણ રવિવારથી એક કરોડ મહામૃત્યુંજય જાપના આસ્થાભેર આરંભ સાથે જ લમભ લેનાર સૌ કોઇ ભાવિકો માટે સતત ૨૦ દિવસ ધન્ય ઘડી રળીયામણીસમા બની રહેવાના છે.

આ અંગે આજે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અશોકાનંદજી સ્વામી (ક્રિષ્ણાયન ગૌ શાળા-ઋષિકેશ-મો.૯૫૫૭૩ ૪૬૪૭૫)એ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે, રવાપર રોડ ઉપર રામોજી ફાર્મ ખાતે યોજાનાર મહામૃત્યુંજય જપ હોમાત્મક યજ્ઞમાં સતત ૨૦ દિવસ સુધી વૈદિક વિધિ વિધાન પ્રમાણે એક કરોડ મંત્રનો થવાનો છે...૧૪ એપ્રિલ સુધી ચાલનારા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ યજ્ઞ થકી એકત્રિત થનારી રકમ ગૌ સેવાના લાભાર્થે વપરાશે.

આ પ્રસંગે યજ્ઞ વિશે પ્રકાશ પાડતા અશોકાનંદજીએ વર્ણવ્યુ હતુ કે, યજ્ઞ આર્ય સંસ્કૃતિની ધરોહર છે. ધરતી ઉપરના ું સૌથી પ્રાચીન વિજ્ઞાનરૂપ યજ્ઞમાં શુધ્ધ ઘી અને ઔષધિઓના હોમ દ્વારા ઓઝોનના પડને મદદ મળે છે, સાથે સાથે વાતાવરણને પણ શુધ્ધતા અને પર્યાવરણને પરિશુધ્ધિકરણ પ્રાપ્ત કરાવે છે...એવી વ રીતે આગળ વધી રહેલા ગંભીર રોગચાળાને પણ અટકાવવામાં મદદરૂપ થતા રહે છે.

અત્રે નોંધનીય છે કે, અશોકાનંદજી ઋષિકેશમાં ક્રિષ્ણાયન નામની ગૌ શાળાનું સંચાલન કરી અસંખ્ય ગૌ ભકિત કરી રહયા છે.

જો કે, ગયા અઠવાડિયે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન યજ્ઞનું વૈદિક અને વૈજ્ઞાનિક મૂલ્ય હળવીશૈલીમાં સાંઇરામ દવેએ સમજાવ્યુ ત્યારે આશરે ૧૦ હજાર લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.એવી જ રીતે ગ્વાલીયર ખાતે પણ યોજાયેલા ૧૬૫ કુંડી યજ્ઞમાં સ્વયંભૂ ઓમ પ્રગટયો...આવી દિવ્ય પળનો લ્હાવો લઇ લાખો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

મોરબીમાં યોજાનાર મહામૃત્યુંજય જાપ મહાયજ્ઞ દરમિયાન ૧લી એપ્રિલે રાત્રે શ્રી પ્રસાદજીની ભજન સંધ્યા-સત્સંગની સાથે સાથે દરરોજ  વિવિધ ધર્મભીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે...સફળતા કાજે રામજીભાઇ (મો.૯૮૨૫૪ ૬૭૬૪૭-બજરંગ ધુન મંડળ), સિરામીક એસોસિએશનના પ્રમુખ શ્રી કુંડારીયા, નાથાભાઇ પટેલ (સિયારામ ગૃપ), યંગ ઇન્ડીયા ગૃપના દેવેનભાઇ, દિલીપભાઇ, કર્તવ્ય ફાઉન્ડેશન-ઉદયાત ગૃપના નિરવભાઇ સહિતના સૌ ધર્મપ્રેમીજનો જહેમતશીલ છે...મોરબી સહિત સૌરાષ્ટ્રભરના શ્રધ્ધાળુઓને ધર્મલાભ લેવા ઉમટી પડવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(3:54 pm IST)