કુવાડવા રોડ પર અકસ્માતઃ કેવડાવાડીના ચિરાગ ચંદારાણાને માથામાં ગંભીર ઇજા
કોૈશિક કોટનના કર્મચારીઃ બીજા કર્મચારી જોઇ જતાં હોસ્પિટલે ખસેડ્યાઃ રિક્ષાચાલકે અકસ્માત સજ્ર્યાનું સામે આવતાં તપાસ
રાજકોટ તા.૨૨: કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક સવારે વાહન અકસ્માતમાં કેવડાવાડી-૮/૨૧માં રહેતાં ચિરાગ જીતેન્દ્રભાઇ ચંદારાણા (ઉ.વ.૩૦)ને માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
ચિરાગ ચંદારાણા માતા અને બહેન સાથે રહે છે, તેમના પિતા હયાત નથી. તે કુવાડવા ત્રિમંદિર પાસે કોૈશિક કોટનમાં નોકરી કરે છે. સવારે પોતાનું પ્લેટીના ટુવ્હીલર હંકારીને નોકરીએ જતાં હતાં ત્યારે હાઇવે પર આ બનાવ બન્યો હતો. કોઇ વાહન ચાલકે ઉલાળ્યા કે કેમ? તે અંગે તપાસ થતાં એક રિક્ષાચાલકે ઉલાળી દીધાનું સામે આવતાં પોલીસે તેને સકંજામાં લેવા તજવીજ કરી છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. એ વખતે કોૈશિક કોટનનું છોટાહાથી લઇ બીજા કર્મચારી પસાર થતાં હોઇ તે જોવા જતાં ઓળખી જતાં શેઠને અને બીજા લોકોને જાણ કરતાં ચિરાગને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.