કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પૂરી કાલે રાજકોટમાં
મહાનગરપાલિકાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અને ગૌરવ પ્રાપ્ત કરી ચુકેલા પ્રોજેકટની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવશે
રાજકોટ,તા.૨૨: કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પૂરી આવતી કાલે તા ૨૩ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુકાલાત દરમ્યાન તેઓ રાજકોટ મહાનગરપાલિકાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતી અને ગૌરવ પ્રાપ્ત કરી ચુકેલા પ્રોજેકટની રૂબરૂ મુલાકાત લઇ વિગતો મેળવનાર છે.આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પૂરીસવારે ૧૧.૩૦ વાગ્યે રાજકોટ આઇવે પ્રોજેકટનાં સેન્ટરની મુલાકાત લઇ પ્રોજેકટની વિવિધ માહિતી પ્રાપ્ત કરશે. ત્યારબાદ ૧૨.૩૦ થી ૧.૦૦ વાગ્યા દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ હેઠળની સ્માર્ટ દ્યર-૩ પ્રોજેકટની મુલાકાત લેશે. બપોર બાદ મહાત્મા ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લેનાર હોવાનું યાદીમાં જણાવાયુ છે.(૨૮.૨)