રાજકોટ
News of Friday, 22nd February 2019

કાલે મારવાડી યુનિવર્સિટીમાં કાયદાલાયક રસપ્રદ સેમીનાર

ફેકલ્ટી ઓફ લો અને રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજન

રાજકોટ, તા.૨૨: રાજકોટ બાર એસોસીએશનના સહયોગથી ફેકલ્ટી ઓફ લો, મારવાડી યુનિવર્સિટીના આ સેમીનારમાં ચર્ચાનો વિષય છે. 'ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં થયેલ તાજેતરનો વિકાસ'

વૈશ્વિક જરૂરિયાતો ધ્યાનમાં રાખીને, મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન ગુજરાતમાં શિક્ષણ, ઉદ્યોગ જોડાણ, વૈશ્વિક સંપર્ક અને ઉદ્યોગ સાહસિક કુશળતાના સમ્નવય માટેનંુ અનોખું પ્લેટફોર્મ છે. આ વિચારધારાને  ધ્યાનમાં રાખીને, મારવાડી યુનિવર્સિટીએ એક માહિતીપ્રદ સેમીનારનું આયોજન કર્યુ છે. જેમાં કાયદાના દિગ્ગજો કરશે કાયદાના વરિષ્ઠો સાથે વાર્તાલાપમાં મુખ્ય મહેમાન માનનીય ન્યાયાધીશ સી.કે.ઠકકર, ભૂતપૂર્વ ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, અતિથિ વિશેષ માનનીય જસ્ટિસ રવિ.આર.ત્રિપાઠી, ભૂતપૂર્વ ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટ, શ્રી ન્યાયમૂર્તિ પી.પી.ભટ્ટ, આવકવેરા અપીલ ટ્રાયબ્યુનલના પ્રમુખ (આઇટીએટી) તથા ગીતા ગોપી, પ્રિન્સીપાલ જીલ્લા જજ, રાજકોટ- આ સર્વ જાણકારો પોતાની આગવી સમજ બધાં સહભાગીઓ સાથે શેર કરશે.

આ કાર્યક્રમમાં કેતન મારવાડી, પ્રમુખ,  મારવાડી યુનિવર્સિટી, તથા જીતેન્દ્ર ચંદારાણા, ઉપ-પ્રમુખ, મારવાડી યુનિવર્સિટી,  હાજર રહેશે. આ વિચારગોષ્ઠીમાં તા.૨૩મી ફેબ્રુઆરીએ પધારીને લાભ લેવાનું રાજકોટનાં સર્વ વકીલમિત્રોને ભાવભર્યુ નિમંત્રણ છે.(૨૩.૧૬)

(4:19 pm IST)