દારૂના ઠેર-ઠેર દરોડાઃ પાંચ મહિલા સહિત ૮ પકડાયાઃ એક શખ્સ દારૂ મુકી ભાગ્યો
એક શખ્સને નશો કરેલી હાલતમાં પકડી લેવાયો
રાજકોટ તા. ૨૨: ગુરૂવારે સાંજે દારૂની ડ્રાઇવ યોજી ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતાં. મોચી બજાર વોંકળાના કાંઠેથી કાનજી વજેસીંગ બરેડીયાને રૂ. ૪૦ના દેશી દારૂ સાથે, માલધારી મફતીયાપરામાંથી સવિતા રામ કુંવરીયાને રૂ. ૮૦ના, કુબલીયાપરામાંથી સતી મોહન બોહકીયાને રૂ. ૧૪૦ના, રાજનગર-૫ના ખુણેથી તેજલ સંજય ડોડીયાને રૂ. ૬૦ના, છોટુનગર પાસેથી રંભી ભીખા દેવીપૂજકને રૂ. ૮૦ના, વાવડી ઝૂપડપટ્ટી પાસેથી દેવજી શીવા વાઘેલાને રૂ. ૧૦૦ના, રૈયાધારની વસંત બાબુ વાજેલીયાને રૂ. ૨૪૦ના, ભારતી રાજુ મકવાણાને રૂ. ૧૦૦ના દારૂ સાથે પકડી લેવાયા હતાં. જ્યારે આજીડેમ પાસે ત્રણ માળીયા કવાર્ટરનો હિતેષ પરેશભાઇ કતીરા (ઉ.૨૨) દારૂ પી સંસ્કાર સીટીસામે નીકળતાં તાલુકા પોલીસે પકડ્યો હતો. જ્યારે પોલીસને જોઇ ઢેબર કોલોની પાસે સંજય મનજીભાઇ ચુડાસમા રૂ. ૮૦નો દારૂ ફેંકી ભાગી ગયો હતો. (૧૪.૬)