દેશી દારૂના નવ દરોડા : ચાર પકડાયા
ચાર મહિલા સહિત પાંચ નાસી જતા શોધખોળ
રાજકોટ તા ૨૨ : શહેરના જુદા જુદા સ્થળે પોલીસે દરોડા પાડી દેશી દારૂ સાથે ચાર શખ્સોને પકડી લીધા હતા,જયારે ચા ર મહિલા સહિત પાંચ નાસી જતા શોધખોળ આદરી છે.
મળતી વિગત મુજબ મોચી બજાર પોસ્ટ ઓફીસ નજીક વોકળા પાસે એ ડીવીઝન પોલીસે રૂા ૪૦ ના દેશી દારૂ સાથે કાનજી વજેશીંગ ખરેડીયા (ઉ.વ.૪૧) (રહે. લોધેશ્વર સોસાયટી શેરી નં. ૯) માલધારી મફતીયા પરા, જાંબુવાડી પાસેથી બી ડીવીઝન પોલીસે દેશી દારૂ કબજે કર્યો હતો. જયારે તેજલ સંજય ડોડીયા (૩૩) નાસી જતા તેની શોધખોળ આદરી છે. તથા હનુમાન મઢી પાસ ે છોટુનગર શેરી નં.૧ માં, ગાંધીગ્રામ પોલીસે રૂા ૮૦/- ના દેશી દારૂ સાથે રંભી ભીખાભાઇ અઘારીયા (ઉ.વ.૪૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. અન ે વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયા પાછળથી તાલુકા પોલીસે રૂા ૧૦૦/- ના દેશી દારૂ સાથે દેવજી શીવાભાઇ વાઘેલાને પકડી લીધો હતો. જયારે રૈયાધાર મફતીયા પરામાં યુનિવર્સિટી પોલીસે રૂા ૮૦/- ના દેશી દારૂ સાથે સવીતા રામભાઇ કુવરીયા (ઉ.વ.૫૫), કુબલીયા પરા, બાપા સિતારામ નગર, નદીના કાંઠા પાસેથી રૂા ૧૪૦/- ના દેશી દારૂ કબજે કર્યો હતો, જયારે સતી મોહનભાઇ બોકડીયા નાશી જતા શોધખોળ આદરી છે. ઢેબર કોલોની મફતીયાપરા પાસેથી ભકિતનગર પોલીસે રૂા ૮૦/- ના દેશી દારૂ કબજે કર્યો હતો, જયારે સંજય મનજી ચુડાસમા નાશી જતા તેની શોધખોળ આદરી છે. માલવીયા નગર પાસે રાજનગર શેરી નં.૫ માં માલવીયા નગર પોલીસે રૂા ૬૦/- નો રૈયાધાર મફતીયા પરામા ં વસંતબેન બાબુભાઇ વાજેલીયાના મકાનમાંથી રૂા ૨૪૦/- દેશી દારૂ અને બીજા સ્થળેથી રૂા ૧૦૦/- નો દેશી દારૂ કબજે કર્યો હતો, જયારે વસંતબેન વાજેલીયા અને ભારતી રાજુ મકવાણા નાશી જતાતેની શોધખોળ આદરી છે. (૩.૧૪)