રાજકોટ
News of Friday, 22nd January 2021

પારડીમાં ખાતમુર્હુત કાર્યક્રમમાં ભાજપ અગ્રણી સાથે પોલીસ અધિકારીનું બેહુદુ વર્તન!!

રાજકોટ તા. રરઃ લોધીકાના પારડી ગામે પાણી વિતરણ વ્યવસ્થા યોજનાના ખાતમુર્હુત કાર્યક્રમમાં આજે સવારે ટોચના ભાજપ આગેવાનની હાજરીથી થોડે દુર ભાજપ અગ્રણીઓ સાથે એક પોલીસ અધિકારીએ બેહુદુ વર્તન કરતા ભારે ચર્ચા જાગી છે. પોલીસ અધિકારીના તોછડા વર્તનનો ભોગ બનનાર ભાજપ આગેવાનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કર્યાનું બહાર આવેલ છે.

લોધીકાના પારડી ગામે પારડી સ્કુલમાં આજે સવારે વાસ્મો પુરસ્કૃત શેરીયાજ ગામની આંતરીક પાણી વિતરણ વ્યવસ્થા યોજનાનો ખાતમુર્હુત કાર્યક્રમ ટોચના ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તથા જીલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમથી થોડે દુર પારડી સ્કુલમાં જીલ્લાભ ાજપના એક આગેવાને કાર પાર્કીંગ કરતા ત્યાં ઉપસ્થિત એક પોલીસ અધિકારીએ ખાખી વર્ધીનો રોફ બતાવી અહીં કાર પાર્કીંગ કરવાની નથી તેમ કહી તોછડુ વર્તન કરતા ઉપસ્થિત ભાજપ આગેવાનોમાં સોંપો પડી ગયો હતો. જીલ્લા ભાજપના અગ્રણીએ બાદમાં આ કાર્યક્રમમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે કાર અન્ય જગ્યાએ પાર્ક કરી દીધી હતી.

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં જીલ્લા ભાજપના આગેવાન સાથે એક પોલીસ અધિકારીએ કરેલ તોછડા વર્તનના ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છ઼ે. જીલ્લા ભાજપના આગેવાનોએ પોલીસ અધિકારીના તોછડા વર્તન અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી છે. આ બનાવ જીલ્લા ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે.

(2:50 pm IST)