રાજકોટ
News of Friday, 22nd January 2021

વોર્ડ નં. ૧૦ માં ૭ હજાર પેજ પ્રમુખો પ્રવૃત્ત, કોંગ્રેસનો કચ્ચરઘાણ બોલાવશે : નીતિન ભારદ્વાજ

રાજકોટ : રાજયભરમાં પેજ પ્રમુખ અન પેજ સમિતિનું કાર્ય ચાલી રહ્યુ છે. તે સંદર્ભે વોર્ડ નં. ૧૦ ના તમામ બુથમાં પેજ પ્રમુખ અને પેજ કમીટી બનાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેઓને શહેર મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા વિધાનસભા ૬૯ ના વાલી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજની અધ્યક્ષતામાં આઇકાર્ડ અર્પણ કરાયા હતા. આ તકે પ્રાસંગીક પ્રવચન કરતા નીતિનભાઇ ભારદ્વાજે જણાવેલ કે વોર્ડ નં. ૧૦ માં ૭ હજારથી વધુ પેજ પ્રમુખો પ્રવૃત્ત થયા છે જે ભાજપની તાકાત છે. આ પેજ પ્રમુખોની સક્રીયતાથી ભાજપનું કમળ ખીલશે અને કોંગ્રેસનો કચરઘાણ નિકળી જશે. વોર્ડ પ્રભારી દિનેશભાઇ કારીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ મેયર બીનાબેન આચાર્યએ પ્રાસંગીક પ્રવચન કરેલ. સંચાલન મહામંત્રી પરેશભાઇ તન્નાએ સંભાળ્યુ હતુ. ચુંટણી ઇન્ચાર્જ પરેશભાઇ હુંબલ, પૂર્વ કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, હસુભાઇ ભગદેવ, કાશ્મીરાબેન નથવાણી, તેમજ વોર્ડ ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મનીષભાઇ ડેડકીયા, અશ્વિનભાઇ કોરાટ, ભાવનાબેન મહેતા, મંત્રી કિરણબેન શાહ, હેમાંગ માકડીયા, બલરાજભાઇ રાણા, વોર્ડ આગેવાનો વિજયભાઇ ભટ્ટાસણા, ભાનુભાઇ મહેતા, રાજુભાઇ ગોસ્વામી, અનીરૂધ્ધભાઇ મૈત્રા, પૂર્વ પ્રમુખ વિજયભાઇ પાડલીયા, હેમંતસિંહ ડોડીયા, માધુભાઇ પટોડીયા, કુલદિપસિંહ જાડેજા, નીતાબેન વઘાસીયા, સંગીતાબેન છાયા, મયુરીબેન ભાલાળ, બળવંતસિંહ રાઠોડ, બહાદુરસિંહ ઝાલા, જયસુખભાઇ બારોટ, વિમલ ત્રિવેદી, વિજયભાઇ ચૌહાણ, વી. ડી. વઘાસીયા, ભરતભાઇ અઘેરા, ધર્મેન્દ્રભાઇ ભગત, મહેશભાઇ ચૌહાણ, આર. કે. માદરીયા, મહેશભાઇ જોશી, રત્નદિપસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, માવજીભાઇ ભોજાણી, જમનભાઇ ગીણોયા, યુવા મોરચાના સંજયભાઇ વાઘર, વ્યોમ વ્યાસ, મહિલા મોરચાના મનીષાબેન શેઠ તેમજ વિવિધ સોસાયટીના પ્રમુખો અને બુથ વાલી ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.

(2:49 pm IST)