રાજકોટ
News of Friday, 22nd January 2021

કિશોરભાઇ કોરડીયાને જીવદયા રત્નનું બિરૂદ આપી પાંજરાપોળ દ્વારા સન્માન

રાજકોટ,તા. રર : અપંગ,બીમાર, બિન ઉપજાવ, પશુઓને સાચવતી ૧૨૫ વર્ષ જૂની રાજકોટ મહારાજશ્રી ની પાંજરાપોળ સાથે છેલ્લા ૩૨ વર્ષથી ધરોબો રાખનારા, જીવ દયા પ્રેમી, દાનવીર કિશોરભાઈ પરમાનંદભાઈ કોરડીયા, કે જેઓ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ,જેવા દાન ને લગતા વિશિષ્ટ પર્વમાં અબોલ જીવો માટે ભકિત નગર વિસ્તારમાં,મહાજન નો મંડપ સંભાળી, પોતે અને તેમની ટીમ, કિશોરભાઈ એ પોતેજ મનથી ધારેલી, અને જાહેર કરેલી, દાનની રકમ નો ફાળો પૂરો ન થાય, ત્યાં સુધી કિશોરભાઈ અન્નનો ત્યાગ કરી, પોતાની ટીમ સાથે પોતાનો સફળતાપૂર્વક ટાર્ગેટ પૂરો કરવા સતત પ્રયત્નશીલ રહે છે.         

 તેમના આવા વિશિષ્ટ યોગદાન માટે રાજકોટ મહાજન શ્રી ની પાંજરાપોળ દ્વારા તેમની આ વિશિષ્ટ સેવાની નોંધ લઇને તેઓને જીવદયા રત્નના બિરુદથી, બિરદાવીને, તેમનું અને તેમની ભકિત નગર ક્ષેત્રની, ટીમનું સોનેરી શાહી સન્માન કરીને તેમજ સાલ ઓઢાડીને અને જીવદયા રત્નનો એવોર્ડ આપીને બહુમાન કરાયેલ.

આ પ્રસંગે પાંજરાપોળના  મેનેજર અરૂણભાઇ દોશી, ભાવેશભાઈ જલુ તથા  રવિ ભાઈ પારેખનું સન્માન કિશોરભાઈ કોરડીયા દ્વારા મહાજનની હાજરીમાં કરાયેલું હતું. આ પ્રસંગે મુકેશભાઈ ભાઈ બાટવીયા, પંકજભાઈ કોઠારી, બકુલભાઈ રૂપાણી, યોગેશભાઈ શાહ, કાર્તિકભાઈ દોશી, સંજયભાઇ મહેતા, ઉપેનભાઈ મોદી વગેરે હાજર રહેલ  તેમજ  શ્રેયાસભાઈ વિરાણી, સુમનભાઇ કામદાર અને કરણભાઈ શાહએ શુભેચ્છા પાઠવેલી. સંચાલન કાર્તિકભાઈ દોશીએ કરેલ.

(2:48 pm IST)