રાજકોટ
News of Friday, 22nd January 2021

રાજકોટના શ્રેષ્ઠીઓની બેઠકમાં આજે રામ મંદિર નિર્માણ માટે લાખો રૂપિયાના દાનની સરવાણી વહી: પૂજ્ય ભાઇશ્રીએ ૫૧ લાખ અને મૌલેશ ઉકાણીએ ૨૧ લાખ આપ્યા : વિજયભાઈએ પાંચ લાખ આપ્યા

રાજકોટ: રામ મંદિર નિર્માણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંચ લાખ, જાણીતા ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા-પૂજ્ય ભાઈશ્રી ૫૧ લાખ, જ્યારે સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઇ ઉકાણીએ ૨૧ લાખનું માતબર દાન આજે રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ ખાસ સમારોહમાં જાહેર કરેલ છે. રાજકોટના શ્રેષ્ઠીઓની આજે મળેલી બેઠકમાં અયોધ્યા ખાતે થઈ રહેલા રામ મંદિર નિર્માણમાં માટે લાખોના દાનની  વણઝાર વહી હતી..

(11:53 pm IST)