રાજકોટ
News of Wednesday, 22nd January 2020

ઉણપ ભુલીને ધ્યેય સિધ્ધ કરવા મંડી પડજો, અચુક સફળ થશો : પૂ. સ્વામી જ્ઞાનવત્સલદાસજી

જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા યોજાય ગયેલ મોટીવેશનલ પ્રોગ્રામમાં પ્રેરક ઉદ્દબોધન : સીને જગતની હસ્તિઓની ઉપસ્થિતી : જેડી બાળકોને મેડીકલ કીટની ભેટ

રાજકોટ : જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા ડાયાબીટીક બાળકો અને તેમના પરિવારો માટે 'મારી ઉણપ એ જ મારી તાકાત' શીર્ષક તળે મોટીવેશનલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત બીએપીએસના પૂ. જ્ઞાનવત્સલદાસજી સ્વામીએ પ્રેરક ઉદ્દબોધન કરતા જણાવ્યુ હતુ કે તમે તમારી ઉણપને ભુલી જજો અને ધ્યેય નકકી કરી તેમાં પરોવાય જજો. ચોકકસ સફળતા મળશે. લોકોની તો કદાચ એક જીભ જ મીઠી હોય છે. જયારે તમે તો આખે આખા મીઠા છે. શ્રેષ્ઠ અભિગમથી દુનિયા આખી જીતી શકાય છે. ડાયાબીટીસ છે તો શું થઇ ગયુ. આ ઉણપને અંકુશમાં રાખી શકાય છે. આ દર્દને ડાયેટ, ડીસીપ્લીન અને મેડીસીન દ્વારા ચોકકસપણે મેનેજ કરી શકાય છે.  આ કાર્યક્રમમાં સીને જગતના સીતારાઓ 'ખીચડી' ફેઇમ અનંગ દેસાઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડયુસર અને ડાયરેકટર ધર્મેશ મહેતા, હેલ્લારો ફિલ્મની અભિનેત્રી શ્રધ્ધા ડાંગર, તારક મહેતા કા ચશ્માનો ટપુ ફેઇમ ભવ્ય ગાંધીએ ઉપસ્થિત રહી ડાયાબીટીક બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ કાયક્રમમાં હાર્મની હોસ્પિટલના ડો. નિલેશ દેત્રોજા, એપેક્ષ હોસ્પિટલના ડો. પંકજ પટેલ, પીડીયાટ્રીક એન્ડો કાયનોલોજીસ્ટ ડો. ઝલક ઉપાધ્યાયનું પણ બાળકોને સાનિધ્ય મળ્યુ હતુ. સમાજ શ્રેષ્ઠીઓ જાણીતા બિલ્ડર મુકેશભાઇ શેઠ, બિલ્ડર સર્વાનંદભાઇ સોનવાણી, ડી.એમ.એલ. ગ્રુપના હરીશભાઇ લાખાણી, સ્કોડા શોરૂમના જગતસિંહ જાડેજા, હોમમાઇકા લેમી. ગ્રુપના અનિલભાઇ પટેલ, ભટ્ટ પેથોલોજીવાળા જે. પી. ભટ્ટ, ઉદ્યોગપતિ નટુભાઇ શાહ, સીનર્જી હોસ્પીટલના કાર્ડીયાક સર્જન ડો. માધવભાઇ ઉપાધ્યાય, હોટલ એવરગ્રાન્ડ પેલેસના નિલેશભાઇ દોશી, ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇ, ધારાશાસ્ત્રી કમલેશભાઇ શાહ, પુનાના ઉદ્યોગપતિ ભરતભાઇ શાહ, આરકાર્ડીયાશેર બ્રોકર સુનિલભાઇ શાહ, ગિરીરાજ હોસ્પિટ રમેશભાઇ ઠકકર, જૈન સાધાર્મિક ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રવાણી, મીલી પ્લાયવુડના જયેશભાઇ મહેતા, એનીમલ વેલફેર બોર્ડના મિતલભાઇ ખેતાણી, રવી મેટર ટ્રીટમેન્ટના રમેશભાઇ રાચ્છ ઉપસ્થિત રહેલ. અનેક નાના મોટા દાતાઓએ પણ આ તકે દાનની સરવાણી વહાવી જે.ડી.એફ.ને આર્થિક હુંફ પુરી પાડી હતી. જેડીએફ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી અપુલ દોશી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનોનું પુસ્તક આપી અભિવાદન કરવામાં આવેલ. આ તકે જે.ડી. બાળકોને ટાઇપ-૧ ટાયાબીટીસની સારવારમાં ઉપયોગી સીરીંજ, નીડલ્સ, સ્ટ્રીપ, લાન્સેર મળી રૂ. ૩૦૦૦ ની કિંમતની કીટ ભેટ અપાઇ હતી. બહારગામથી આવેલ જેડીએફ પરિવારો માટે હેલ્ધી ફુડ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટની નિઃશુલ્ક  વ્યવસ્થા યશવંતભાઇ જોશી (યોર ઇવેન્ટસ) દ્વારા કરવામાં આવી હતી. જયારે સમગ્ર સંચાલન સંસ્થાના ટ્રસ્ટી હરીકૃષ્ણ પંડયા અને અજય લાખાણીએ સંભાળ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું માઇક્રો લેવલનું કો-ઓર્ડીશન જેડીએફ મેને. ટ્રસ્ટી અને બધા ટ્રસ્ટીઓ અપુલ દોશી, અનીશ શાહ, અમિત દોશી, રોહીત કાનાબાર, હરીકૃષ્ણ પંડયા, હિમાંશુ રાણા, મિતેષ ગણાત્રા, નિકુંજ અનડકટ, અજય લાખાણી અને જેડીએફ પરીવાર ના કાર્યકરોએ સંભાળેલ.

(4:10 pm IST)