રાજકોટ
News of Wednesday, 22nd January 2020

નિધિ સ્કુલ દ્વારા ૨૬મીએ અન્ડર-૧૭ કબડ્ડીસ્પર્ધા પ્રજાસતાક કપઃ ૮ શાળાની ટીમો ભાગ લેશે

રાજકોટઃ શહેરના વોર્ડનં.૧માં આવેલ નિધિ સ્કુલ દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી રવિવારના પ્રજાસતાક પર્વ નિમિતે બપોરે ૨ થી ૬ દરમિયાન પી.ડી. માલવીયા કોલેજ કેમ્પસ ખાતે પ્રજાસતાક કપ અન્ડર-૧૭ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. અન્ડર -૧૭  કબડ્ડી સ્પર્ધામાં શહેરની સરદાર પટેલ સ્કુલ, આદર્શ નિવાસી સ્કુલ, કલ્યાણ હાઇસ્કુલ, સર્વોદય હાઇસ્કુલ, પાઠક હાઇસ્કુલ, ધોળકીયા સ્કુલ, મોદી સ્કુલ, પંચશીલ સ્કુલની ૮ ટીમો ભાગ લેશે. આ કબડ્ડીની સ્પર્ધા માં કોઇપણ જાતની ફી રાખવામાં આવેલ નથી. કબડ્ડીની રમતમાં ખેલાાડીઓને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે આ કબડ્ડી સ્પર્ધા રમાડવામાં આવશે. વિજેતા ટીમને તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ સ્પર્ધામાં બેસ્ટ ખેલાડીઓને મેડલ દ્વારા સન્માનીત કરાશે. આ સ્પર્ધા પ્રો-કબડ્ડી લીગના નિયમ મુજબ રમાડવામાં આવશે. આ કબડ્ડી સ્પર્ધાને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:09 pm IST)