રાજકોટ
News of Tuesday, 22nd January 2019

૧૫૦ ફૂટ રીંગ રોડ પર હોસ્પીટલમાં પાર્કિંગનાં અભાવે શિવમ્ પાર્કમાં વાહનોનાં ખડકલા

મ્યુ. કોર્પોરેશન લતાવાસીઓને આ સમસ્યામાંથી છોડાવે

રાજકોટ, તા. ૨૨ :. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ હોસ્પીટલમાં વાહન પાર્કિંગની વ્યવસ્થાના અભાવે આ હોસ્પીટલના મુલાકાતીઓ પાછળ આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં આડેધડ વાહન પાર્ક કરતા હોય આ સમસ્યાથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ અંગે શિવમ્ પાર્કના ૧૦થી વધુ લતાવાસીઓએ મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકોને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી, પેટ્રોલ પંપ પાસેથી હોસ્પીટલમાં પાર્કિંગની સુવિધા નથી, પરિણામે અહીં આવતા દર્દીઓ તથા તેના સગા વગેરે તેઓના વાહનો યોગીનગર-શિવમ પાર્કના રસ્તાઓમાં આડેધડ પાર્ક કરીને જતા રહે છે, પરિણામે લતાવાસીઓને ઘરની બહાર નિકળવા સહિતની મુશ્કેલી પડે છે ત્યારે આ સમસ્યામાંથી તંત્ર છુટકારો અપાવે તેવી માંગ લતાવાસીઓએ ઉઠાવી છે.

(4:21 pm IST)