રાજકોટ
News of Tuesday, 22nd January 2019

પહેલી ફેબ્રુ.થી સમસ્ત સોની સમાજની મહિલાઓ માટે વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લીશના વર્ગો : નામ નોંધણી શરૂ

ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળ દ્વારા વાઘેશ્વરી એજયુ,સેન્ટરના સહયોગથી આયોજન

 રાજકોટ તા : ૨૧ ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળ દ્વારા સમસ્ત સોની સમાજની મહિલાઓ માટે વિનામૂલ્યે સ્પોકન ઇંગ્લીશના વર્ગોનું આયોજન થયેલ છે વાઘેશ્વરી એજયુકેશન સેન્ટરના સહયોગથી એક મહિનાના સ્પોકન ઈંગ્લીશ વર્ગોમાં નામ નોંધણી વહેલો તે પહેલાના ધોરણે શરુ કરાઈ છે

  'અકિલા' કાર્યાલય ખાતે શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળના હિરલબેન રાણપરા,નિશાબેન રાણપરા અને નયનભાઈ રાણપરા સહિતનાએ જણાવ્યું હતું કે આજના યુગમાં અંગ્રેજી ભાષા મહત્વની બની છે ત્યારે સોની સમાજની મહિલાઓને પગભર બની શકે તેવા હેતુથી પહેલી ફેબ્રુઆરીથી સમસ્ત સોની સમાજની મહિલાઓ માટે એક મહિનાના સ્પોકન ઇંગ્લીશના વર્ગોનું આયોજન કરાયેલ છે

  હિરલબેન રાણપરાએ વધુમાં કહ્યું કે ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન રાણપરાના માર્ગદર્શન હેઠળ આયોજિત નારી ઉત્કર્ષના ધ્યેય સાથે સ્પોકન ઇંગ્લીશના વર્ગોમાં મહિલાઓને બેઝિક કોર્ષ કરાવાશે જેને માટે નામ નોંધણી માટે વહેલો તે પહેલાના ધોરણે વાઘેશ્વરી એજયુકેશન સેન્ટર પેલેસ રોડ રામ ઔર શ્યામ ગોલાવાળી ( મોં,૯૪૦૯૭ ૪૬૩૯૩ અથવા મોં,૯૦૩૩૩ ૩૩૦૦૮ ) નો સંપર્ક સાધી શકાય છે

  નિશાબેન રાણપરાએ જણાવ્યું હતું કે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન રાણપરા સહીત તમામ હોદ્દેદારો અને વાઘેશ્વરી એજયુકેશન સેન્ટરના નયનભાઈ રાણપરા અને ટીમ જહેમત ઉઠાવી રહી છે સાથે સમસ્ત સોની સમાજની બહેનોએ સ્પોકન ઇંગ્લીશના વર્ગોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

   અકિલા કાર્યાલય ખાતે નયનભાઈ રાણપરા,હિરલબેન રાણપરા,નિશાબેન રાણપરા,ફોરમબેન સોલંકી અને ચંપાબેન રાણપરા ઉપસ્થિત રહ્યાં હતા (૪૦.૧૦)

(4:12 pm IST)