રાજકોટ
News of Tuesday, 22nd January 2019

ટીકીટ વગરના ખુદાબક્ષો પાસેથી સવા કરોડનો દંડ રેલ્વેની તિજોરીમાં જમા કરાવનાર સુપરવાઇઝરોને ડીઆરએમ નિનાવેએ સન્માન્યા

રાજકોટઃ રાજકોટ રેલ્વે ડીવીઝન દ્વારા સતત  ચાલતી ચેકીંગ ઝુંબેશ દરમિયાન નવેમ્બર માસ દરમિયાન જુદા જુદા ટીકીટ ચેકરોએ ૧૭૮૬પ ટીકીટ વગરના ખુદાબક્ષોને ઝડપી લીધા હતા અને એમને એકકરોડ એકવીસ લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો હતો. શ્રેષ્ઠ કામગીરી કરનારા સાત ટીટીઇને સોમવારે ડીઆરએમ તેમજ ડીવીઝનલ કોમર્સ મેનેજરે સન્માનીત કર્યા હતા. ઉપરાંત ટવીટરના માધ્યમથી આવેલી ફરીયાદના સોલ્યુશન કરનારા રેલવે કર્મચારીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.ખુદાબક્ષોમાં ટીકીટ વગર પ્રવાસ કરનારા ૭૧પર મુસાફરો અને ટીકીટ વગર ઉચ્ચ કલાસમાં મુસાફરી કરતા ૧૦ર૯૬ ખુદાબક્ષોને પકડી પાડયા હતા સિવાય લગેજ કઢાવનારા ૪ર ઉતારૂઓને પકડી પાડવામાં આવ્યા હતા જે બધા મળીને કુલ કરોડ ર૧ લાખ વસુલવામાં આવ્યા હતા જે રેલવેની તીજોરીમાં જમા કરવામાં આવ્યા હતા. સારી કામગીરી કરવા બદલ બેસ્ટ પરફોર્મન્સ કરનારા નિરીક્ષકો એચ. જે. ભટ્ટ, બી.બી. બુંદેલા એસ.એમ. આશર, એચ સંતોકી, નીતાબા જાડેજા, કે.એન. જોબનપુત્રા, આર. જે. મીના, કિરણ ઓઝાને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ડીઆરએના એકાઉન્ટ પર ટવીટરના માધ્યમથી આવેલી ફરીયાદના સોલ્યુશન કરનારા રેલવે કર્મચારીઓ એચ. જે. ગોસાઇ અને જી.એચ. તેરૈયાનું પણ સન્માન થયું હતું.  (.)

(4:12 pm IST)