રાજકોટ
News of Tuesday, 22nd January 2019

સંસારીઓની મુડી સંપતિ, સાધુઓની મુડી જ્ઞાનઃ પૂ. ધીરજમુનિ મ.સા.

જ્ઞાતાધર્મકથા સૂત્ર ભાગ- ૧નું વિમોચન યોજાયુ

રાજકોટઃ તા.૨૨, ગોંડલ સંપ્રદાયના દિક્ષા પ્રદાતા પૂ. ધીરગુરૂદેવે દિક્ષા મહોત્સવ મધ્યે પંચમહાવ્રતધારી અને મુમુક્ષુઓના શ્રુતજ્ઞાન ઉત્કર્ષ કાજે ધર્મસભાને જણાવેલ કે સંસારીઓની મુડી સંપતિ છે. તેમ સાધુઓની જ્ઞાન છે. જે કોઇ સંયમ અંગીકાર કરે પાંચ વર્ષ જ્ઞાનાભ્યાસમાં જોડાઇ જાય તો જ્ઞાનાવતાર બની જાય છેે. જ્ઞાન સમ્યગ હોવુ રૂરી છેવિદેશ  વસતા શ્રુતપ્રેમી દાતા તરફથી રૂ.૫૫ લાખ યોજનાના પ્રારંભે ઘોષિત થતાં ડો. ચંદ્રા વારીઆએ જાહેરાત કરેલ કે જે કોઇ રૂ. લાખની અનુમોદના યોજનામાં લાભાર્થી બનવા માંગે તેઓ લાભ લઈ શકશે. બાકીની તમામ રકમ પૂરી કરીને કરોડનું ભંડોળ પૂરૃં કરવામાં આવશે. પ્રસંગે અમેરીકાના મારટીન, શિકાગો, ડલાસ, ન્યુજર્સી, ન્યુયોર્ક, વોશીંગ્ટન, ઓહાયોસ્ટેટ, સીંગાપોર, ઈથોપીયા, સુદાન, ઓમાન, દુબઈ, લંડન, આફ્રિકા, દારેસલામ, મસ્કત, બોસ્ટન તેમજ કલકતા, મુંબઈ, પુના, ઈન્દોંર, સુરત, અમદાવાદ, જામનગર, ગોંડલ, ધ્રોલ, પડધરી, ઉપલેટા, ધોરાજી, જૂનાગઢ, ખંભાલીયા, લાલપુર, પોરબંદર, અમરેલી વગેરે ગામના ભાવિકો અને કુલ ૧૦૨ સંત- સતીજી બિરાજીત હતા.

જૈનાચાર્ય પૂ.જશાજી  સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીત જૈનાગમ શ્રેણીમાં જ્ઞાતાધર્મકથા સૂત્ર ભાગ- ૧ની વિમોચન વિધિનો લાભ દિનેશ ખેતાણી અને જયંતભાઈ કામદારે લીધેલ. નવદીક્ષિતા બા.બ્ર.પૂ. મુકિતશીલાજી ..ને ૨૩૭માં ક્રમાંકે ગોંડલ સંપ્રદાયમાં જાહેર કરાયેલ.(૩૦.)

(4:11 pm IST)