રાજકોટ
News of Tuesday, 22nd January 2019

કાલે ચેમ્બરના પ્રમુખ તરીકે વીપીની તાજપોશી

નવી કારોબારીની સવારે ૧૧ વાગ્યે પ્રથમ બેઠકઃ પ્રમુખ, ઉપપ્રમુખ, મા.મંત્રી, મા. સહમંત્રી અને ખજાનચી નિમાશે

રાજકોટ, તા. રર : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આવતીકાલે વી.પી. વૈષ્ણવની સર્વાનુમતે વરણી થશે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે નવી ચૂંટાયેલી કારોબારીની પ્રથમ બેઠક મળી રહી છે જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં ચેમ્બરની યોજાયેલી ચૂંટણીમાં વી.પી. વૈષ્ણવના નેતૃત્વ હેઠળની 'બાયબ્રન્ટ' પેનલે સપાટો બોલાવીને તમામ ર૪ બેઠક ઉપર ઝળહળતો વિજય મેળવ્યો હતો.

ચેમ્બરનું પરિણામ ૧૭મીએ આવી ગયું હતું, પણ દિવસ રાહ જોવાની હોય છે. બંધારણ મુજબ (કોઇ પરિણામ સામે વાંધો ઉઠાવે તો)

હવે દિવસ પૂરા થઇ જતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટાયેલ કારોબારી સમિતિ સભ્યોમાંથી પાંચ હોદ્દેદારો-પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ્દ મંત્રી , માનદ્દ સહમંત્રી અને ખજાનચીની ચૂંટણી પ્રક્રિયા તા. ર૩--ર૦૧૯, બુધવારના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યે રાજકોટ ચેમ્બર હોલમાં ચૂંટણી સમિતિ દ્વારા કરવામાં આવશે. તેમ ચૂંટણી સમિતિ ચેરમેનશ્રી હિતેષભાઇ બગડાઇએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

આવતીકાલની પ્રથમ કારોબારીમાં પ્રમુખ સિવાય કોને કર્યું પદ મળે છે તે જોવાનું રહ્યું. (.૧૩

 

(4:01 pm IST)