રાજકોટ
News of Tuesday, 22nd January 2019

૮ ઇજનેરોની રાતોરાત બદલીઓ

કોર્પોરેશનમાં ઇલેકટ્રીક કોન્ટ્રાકટનો ૧.૬ કરોડનો કડદો ખુલ્યા બાદ : કમિશ્નરના ટેકનીકલ પી.એ.કુકડિયાને સીટી બસનો હવાલો : સીટી બસ સંભાળતા રૈયાણી હવે કમિશ્નરનાં પી.એ. : કૌભાંડ ખુલ્લુ પડયા બાદ બદલીઓ તથા કોર્પોરેશનમાં ચારેકોર ચર્ચા

રાજકોટ,તા.૨૨: શહેરનાં વોર્ડ નં.૧૦નાં યુનિર્વસિટી રોડ પર કોમ્યુનિટી હોલમાં ઇલેકટ્રીક કામનો કોન્ટ્રાકટમાં બે દિવસ પહેલા રૂ..૬કરોડનો કડદો ખુલ્યા બાદ તેના પડધા મયુ.કમિશ્નર સુધી પડયા હતા કેમ કે પ્રકરણમાં ટેકનીકલ જવાબદારી સંભાળતાં અકિારીની મહતવની જવાબદારી બની જાય છે અને પ્રકરણમાં બાબતની બેદરકારી છતી થતાં કમિશ્નર વિભાગ ઉપર માછલા ધોવાયા આથી મ્યુ.કમિશ્નર દ્વારા ટેકનીકલ પી.- જે.ડી.કુકડીયા, આર. આર.એલનાં જી.એમ- આર. આર. રૈયાણી સહિત  ઇજનરોની રાતોરાત  બદલીનાં હુકમો કર્યા હતા. આથી બદલીનાં હુકમો અંગે મ્યુ.કોર્પોરેશનનાં અધિકારીઓ-પદાધિકારી વર્ગમાં જબરી ચર્ચાઓ જાગી છે. કેટલાક અધિકારીઓ -પદાધિકારીઓ અંદરખાને રાજીપો પણ વ્યકત કર્યો હતો.

અંગેની પ્રાપ્ત માહિતી મુજબ

ગઇ મોડી સાંજે મ્યુનિ. કમિશનરે નાયબ કાર્યપાલક ઇજનેરો (ડી...)ની બદલીના હુકમ કર્યા હતા અને હુકમની સાથે તેમની હાલની કામગીરીમાંથી મુકત કરાયા છે. કુકડીયાની જગ્યાએ મ્યુનિ. કમિશનરની પી..તરીકે હાલ સિટી બસમાં મહત્વની કામગીરી કરતા રસિક આર. રૈયાણીને મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત વોર્ડ નં. ૭ના વોર્ડએન્જિનિયર જી.જે. સુતરીયાન વોટરવકર્સ વિભાગમાં પ્રોજેકટની કામગીરીમાં, વોર્ડ નં.૧પ ના વોર્ડ એન્જિનિયર તથા આજી રિવરફ્રન્ટનું કામ કરતા વી.પી.પટેલિયાને વોર્ડ નં. ૭ના વોર્ડ એન્જિનિયર તરીકે, મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં આસિ. એન્જિનિયર તરીકે કામ કરતા મહેશ રાઠોડને આવાસ યોજનામાં, વોર્ડ નં. ર તથા રેસકોર્સ, ડેવ.ની કામગીરી કરતા ભરત બેલાણીયાને વોર્ડ નં. ૧પમાં પટેલિયાની કામગીરીમાં હાલ વોર્ડ નં. ૧૬ માં અતુલ રાવલને આર. એસ. સી. ડી. એલ.ખાતે અને ટ્રાફીક ટ્રાન્સપોર્ટ વિભાગમાંથી જયેશ પરમારને ડ્રેનેજ (પ્રોજેકટ) વિભાગમાં બદલીના હુકમો જારી કરાયા છે. અને તેનો તુરંત અમલ કરવા પણ જણાવાયું છ.ે

(3:59 pm IST)