રાજકોટ
News of Tuesday, 22nd January 2019

ખૂનના ગુનામાં જામીન પર છુટી ભાગતો ફરતો પ્રતાપ કોળી પકડાયો

રાજકોટઃ ગંજીવાડા પાસે પીટીસી ગ્રાઉન્ડમાં રહેતો પ્રતાપ ફેદાભાઇ ચોૈહાણ (કોળી) ખૂનના ગુનામાં રાજકોટ જેલમાં હોઇ ત્યાંથી ૧૨/૧ના રોજ સાત દિવસની વચગાળાની રજા પર છુટ્યો હતો. તે ૧૮મીએ પરત હાજર થવાને બદલે ભાગી જતાં પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડકોન્સ. ધમભા જાડેજા, દિગુભા બી. જાડેજા, બાદલભાઇ દવે, બકુલભાઇ વાઘેલા, મધુકાંતભાઇ, જયદેવસિંહ, જયપાલસિંહ, મયુરસિંહ, ધીરેનભાઇ ગઢવી, મહમદઅઝહરૂદ્ીન, જગદીશભાઇ ગઢવી, ચંદ્રકાંતભાઇ સહિતે પકડી લીધો છે.

 

(3:59 pm IST)