રાજકોટ
News of Tuesday, 22nd January 2019

રાજકોટ સીટી વુમન્સ કલબનો બીજા વર્ષમાં પ્રવેશઃ ૨૯મીએ હાફ-ડે પીકનીક

રાજકોટઃ તા.૨૨, રાજકોટ સીટી વુમન્સ કલબનો બીજા વર્ષમાં પ્રવેશ નિમિતે બીજા વર્ષનો પ્રથમ કાર્યક્રમ તા.૨૯ના મંગળવારે બપોરે હાફ-ડે-પીકનીકનું આયોજન કરવામાં આવેલ છે જે બપોરે ૩ વાગ્યે બસ દ્વારા સભ્ય બહેનોને લેકવ્યુરીસોર્ટ ખાતે લઇ જવામાં આવશે. ગેઇમ્સ, સંગીત નાચો ઝુમો કાર્યક્રમ દરેક બહેનોને સન્માન સાથે આવકારવામાં આવશે.

 આ કાર્યક્રમમાં જૈન સમાજના શ્રીમતી રીનાબેન જે. બેનાણી તરફથી નિમંત્રણ પાઠવેલ છે. પીકનીકમાં ૯૦૦ થી વધારે બહેનો આનંદ માણવા જોડાઇ રહયા છે.

જયારે ફેબ્રુઆરીમાં હાસ્ય કલાકારોના હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખેલ છે. આયોજનમાં રાજકોટ સીટી વુમન્સ કલબના ચેરમેન મીનાબેન વસા, વાઇસ ચેરમેન બિન્દુબેન મહેતા, પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ ઇન્દિરાબેન ઉદાણી, સેક્રેટરી દીનાબેન મોદી, જોઇન્ટ સેક્રેટરી દર્શનાબેન મહેતા, ખજાનચી કલ્પનાબેન પારેખ, એડવાઇઝર નીતાબેન મહેતા, પ્રીતીબેન ગાંધી, ચંદ્રીકાબેન ગોસાઇ જોડાયા છે. (સંદીપ બગથરીયા)

(3:51 pm IST)