રાજકોટ
News of Tuesday, 22nd January 2019

કે.કે.વી. ચોકમાં ટ્રાફિક પોલીસ દ્વારા દોરડાથી વાહનો રોકવામાં આવતા મુશ્કેલી

રાજકોટઃ. શહેરના કે.કે.વી. ચોકમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક નિયમન માટે રસ્તા વચ્ચે એકાએક દોરડા લગાવી વાહનો રોકવાની પદ્ધતિ શરૂ થઈ છે જે અત્યંત જોખમી છે કેમ કે આ પ્રકારે એકાએક દોરડાને આડુ રાખવાથી રાહદારીઓ વાહન ચાલકોને દોરડુ નજરમાં નથી આવતુ અને દરરોજ વાહનચાલકો - રાહદારીઓ પડી જવાના નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ટ્રાફીક પોલીસ આવા જોખમી પ્રયોગોને બદલે અન્ય સુરક્ષીત વિકલ્પ અપનાવે તેવી માંગ જાગૃત નાગરીક બુખારીબાપુએ ઉઠાવી છે. તસ્વીરમાં દોરડાથી વાહન ચાલકોને થતી મુશ્કેલી દર્શાય છે.

(3:50 pm IST)