રાજકોટ
News of Tuesday, 22nd January 2019

પ્રશાંત ચોક્સી મેમો,ટ્રસ્ટ દ્વારા ડ્રાયફૂટ -અડદિયાનું પડતર કિંમતે વિતરણ :200 પરિવારોને ફ્રી અપાશે

રવિવારે નોંધાવેલ લોકોને અપાશે જયારે 3જીએ 200 પરિવારોને વિનામૂલ્યે વિતરણ

રાજકોટ તા :21 પ્રશાંત ચોક્સી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં શુદ્ધ દેશી ઘીના મસાલાયુક્ત 600 કિલો ડ્રાયફુડ અડદિયાનું પડતર કિંમતે વિતરણનું આયોજન થયેલ છે તેમાંથી 200 પરિવારોને વિનામૂલ્યે અડદિયાનું વિતરણ કરવામાં આવનાર છે

   પ્રશાંત ચોક્સી મેમો,ટ્રસ્ટના કમિટી મેમ્બરો પાસે નોંધાવીને લખાવેલ હોય તેવા લોકોએ તા;27ને રવિવારે બપોર સુધીમાં જેમની પાસે ઓર્ડર લખાવ્યો હોય તે કમિટી મેમ્બર પાસેથી 303 ચિત્રકૂટ એપાર્ટમેન્ટ 21/48 પ્રહલાદ પ્લોટ રાજેશ્રી સિનેમા પાસે,કોઠારી સાઉન્ડ સામેની શેરી,ભુપેન્દ્ર રોડ પરથી રૂબરૂ આવીને મેળવી લેવા જણાવ્યું છે

  જયારે 200 પરિવારોને વિનામૂલ્યે અડદિયાનું વિતરણ તા;3ને રવિવારે ગોલ્ડ સ્ટોન પેલેસ રોડ પરથી સમાજ સારાંશ ટ્રસ્ટની ઓફિસેથી કરવામાં આવશે સંસ્થા દ્વારા છેલ્લા નવ વર્ષથી કોઈપણ પ્રકારના ફંડફાળા વગર સામાજિક-ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ થકી સોની સમાજમાં સેવારત રહી આગવી ઓળખ ધરાવે છે તેમ પ્રશાંત ચોક્સી મેમો,ટ્રસ્ટના હિતેષભાઇ ચોક્સીની યાદીમાં જણાવાયું છે

(12:59 pm IST)