રાજકોટ
News of Tuesday, 22nd January 2019

રાજકોટ જિલ્લા સહકારી બેંકનો વહીવટ નમૂનારૂપઃ હિમાચલ સરકારની ટીમ ખુશ

જોવા-જાણવા આવે છે તે વખાણ કરીને જાય છે

રાજકોટ તા.રરઃ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર શ્રી વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનિયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી પ્રભાવિત થઇ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અનય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસ લક્ષી પ્રવૃતિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગરૂપે હિમાચલ પ્રદેશ રાજ્યના સહકાર મંત્રીશ્રી રાજીવ સૈજલની આગેવાની હેઠળ હિમાચલ પ્રદેશ રાજ્યના સહકાર ખાતાના અધિકારીશ્રીઓની ટીમએ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંકની ગઇકાલે રોજ મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃતિઓનો અભ્યાસ કરેલ હતો.હિમાચલ પ્રદેશ રાજ્યના સહકાર ખાતાના અધિકારીશ્રીઓ આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં ૨૪ કાલક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના ૧૦ વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઇ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેનેશ્રી જયેશભાઇ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ હતા.(૧.૫)

(11:24 am IST)