રાજકોટ
News of Tuesday, 22nd January 2019

વેરા શાખા લાલઘુમઃ ન્યુ રાજકોટમાં ૨૫ મિલ્કતો ટાંચમાં લેવા નોટીસ

રાજકોટ, તા. ૨૧: મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો બાકી વેરો વસુલવા વિવિધ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પુષ્કરધામ, કાલાવડ રોડ, ધરમનગર, અક્ષરનગર, અમિન માર્ગ, ગોકુલ નગર સહિતનાં વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવતા બાકી મિલ્કતોનો વેરો વસુલવા મિલ્કત ટાંચ-જપ્તિની નોટીસ ફટકારવામાં આવી હોવાનું કોર્પોરેશનની વેરા શાખાનાં આસી.મેનેજરની યાદીમાં જણાવાયુ હતુ.

આ અંગે વેરા શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ  વોર્ડ નં.૧,૮,૧૧,૧૨નાં વિવિધ વિસ્તારમાં કુલ ૨૫ મિલ્કતો માટે ધી.બી.પી.એમ.સી.એકટની કલમ નં.૪૫/૧ હેઠળ જપ્તિની નોટીસ ફટકારવામાં આવી છે.જયારે આજે પુષ્કરધામ, કાલાવડ રોડ, ધરમનગર, અક્ષરનગર, અમિન માર્ગ, ગોકુલ નગર સહિતનાં વિસ્તારમાંથી કુલ રૂ.૫.૩૧ લાખની વસુલાત કરવામાં આવી હતી.(૨૮.૪)

(3:33 pm IST)