રાજકોટ
News of Monday, 22nd January 2018

આવતીકાલે મહાસુદ છઠ્ઠે પ.પૂ. શ્રી રણછોડદાસજી મહારાજના ગુરૂદેવ પ.પૂ. શ્રી પતિતપાવન ભગવાનશ્રીની જન્મજયંતિ

માનવ ધર્મનાં મહાન પ્રણેતા, દર્દીનારાયણ-દરિદ્રનારાયણના બેલી  પૂ. રણછોડદાસ બાપુ મહારાજ એક એવા મહાન સંત થયાં છે જેમનું સંપૂર્ણ જીવન દિનદુખીયાઓની સેવામાં સમર્પિત રહ્યું હતું. દુષ્કાળ, પુર, ભૂકંપ જેવી પ્રાકૃતિક આપતિઓની પીડીતોને રાહત પહોંચાડવા તેમણે દેશના વિવિધ ભાગોમાં, મુખ્યત્વે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સામાં વિશાળ સેવા શિબિરોનું આયોજન કર્ર્યુ. તેની સાથે તેમણે પછાત છેવાડાના માનવી તેમજ જરૂરીયાતમંદ લોકોને અંધત્વમાંથી મુકિત અપાવવા માટે અનેક નેત્રયજ્ઞનું આયોજન કર્ર્યુ, કરાવ્યું જેના પુણ્ય પ્રતાપે એટલે કે સં. ૧૯પ૦માં ચિત્રકુટ (મધ્યપ્રદેશ)થી પ્રારંભાયેલા નેત્રયજ્ઞને આજે રાષ્ટ્રીય સ્વરૂપ, રાષ્ટ્રીય અભ્યાનના રૂપમાં પ્રાપ્ત થયું. આફત રાહત તથા અંધત્વ નિવારણ સહીતના પરમાર્થીક કાર્યો માટે તેમજ છેવાડાના વિસ્તારના ગરીબ લોકોની આર્થીક તેમજ સામાજીક સ્થિતિમાં સુધાર માટે પૂ. ગુરૂદેવના નામ સાથે જોડાયેલી અનેક હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ આજે સેવારથ છે. સમગ્રપણે પૂ. ગુરૂદેવનાં સિદ્ધાંત ઉપર ચાલી રહેલી સંસ્થાઓ આજે દેશના લાખો જરૂરીયાત મંદોને સેવા-સારવાર આપી હતી.

પૂજય રણછોડદાસજી મહારાજે પોતાના જન્મના વર્ષ અંગે કયારેય સ્પષ્ટતા કાંઇ કહ્યું નથી. તેઓ ફકત એટલું જ કહેતા કે તેમનો જન્મ કારતક સુદી ચોથના દિવસે થયો છે તો પણ અનેક પ્રસંગોએ તેઓએ પોતાના ભકતો સમક્ષ એવી ઐતિહાસિક ઘટનાઓ અને પ્રસંગોનું વર્ણન કર્ર્યુ છે. જેમાંથી એવું તારણ અમુક વર્ગ કાઢે છે કે તેઓનો જન્મ ઇ.સ. ૧પ૧૩માં થયો હતો.

આજે મહાસુદી છઠના પવિત્ર દિવસે પરમપૂજય રણછોડદાસજી બાપુના સદ્ગુરૂ પરમપૂજય શ્રી પતિત પાવન ભગવાનશ્રીની જન્મ જયંતિ મહોત્સવ ઠેર-ઠેર ધામધૂમથી ઉજવાઇ રહયો છે.

પૂજય શ્રી રણછોડદાસજી બાપુના જન્મ સમયે તેમના વડિલોએ નામકરણ 'રામરાવ' કર્ર્યુ હતું. પૂજય રણછોડદાસ બાપુમાં જન્મ જાત ઉંડો કરૂણા ભાવ હતો ત્થા માતા પ્રત્યે અપાર સ્નેહ હતો તેઓશ્રીએ ઘર તથા પરિવાર શા માટે છોડયાં તે તેમનો પોતાના જ શબ્દમાં જોઇએ 'પિતાજી અપરાધીઓને કડક સજા કરતાં હતાં અને ડંડાથી પીટાવતા હતાં આથી માતાને અત્યંત દુઃખ થતું હતું. એકવાર આવીજ ઘટના બનતા માતા વચ્ચે ઉભાં રહી ગયા ત્યારે પિતાજી દ્વારા માતાનું ભારે સમાન થઇ ગયું. આથી મારા મનને ઉંડો આધાત લાગ્યો મે ઘરછોડી દીધું તે વખતે મારી ઉંમર નવ વર્ષ ચાર માસની હતી.'

ઘરછોડીને રામરાવજી રાજસ્થાનમાં ફરતી  નાગા સંતોની એક જમાતનાં સંપર્કમાં આવ્યા. રામરાવજીને તો એમ હતું કે, જમાતના અધ્યક્ષશ્રી પાસેથી યોગવિદ્યા પ્રાપ્ત કરી શકાશે, પરંતુ થોડા સમયે રામરાવજીને પ્રતિતિ થઇ કે મહંતજીને ન યોગની સમજ હતી ન તો ભકિતની આવી જમાતમાં પોતાનો વ્યર્થ સમય જઇ રહ્યો હોય તેઓ જમાત છોડીને બહાર નિકળી ગયા, પરંતુ ફરીથી મહંતજીએ રામરાવજીને પકડી લીધાં.

શ્રી પત્તીત પાવનજીના દર્શન

નાગાબાવાઓની આ જમાત ફરતી ફરતી ઘૌંસા ગામે આવી ત્યાં તેઓશ્રીને પરમ સિદ્ધ એવા સંત શ્રી બાલકૃષ્ણજીનાં દર્શન થઇ ગયાં. તેઓશ્રીએ તેમને જોતાં જ કહ્યું- 'તુમ ગલત જગહમેં ફંસ ગયે હો. યહાં રહકર જીવનકા કલ્યાણ નહીં હોગા, ઇસસે તો ઘર વાપિસ ચલે જાના અચ્છા. યહાસે છૂટના ચાહતે હો તો બિલકલુ મેરે  પીછે  ચલે આઓ પૂર્ણ નિર્ભયતા કે સાથ, નાગાકી જમાત તુમ્હારા બાલ ભી બાંકા નહીં કર પાયેગી.'

પૂ.શ્રીને તેમનામાં શ્રધ્ધા થઇ, પૂ. બાલકૃષ્ણજીએ કરૂણાભાવથી ઉમેર્ર્યુ કે, 'એક બાર યહાસે છુટ જાઓ તો અચ્છા. છુટને પર ફિર તુમ્હારી જૈસી ઇચ્છા હો ઐસા કરના. યા મેરે સાથ ચલના યાતો ઘર ચલે જાના.'

શ્રી બાલકૃષ્ણજી મહારાજે જમાતની વચમાં જ આવી નિર્ભીક વાણી કહી. શ્રી રામરાવજીને તો આધાર મળી ગયો. તેઓશ્રી તેમનાં ચરણોમાં પડી ગયા અને રડી પડયા, તેઓશ્રીએ કહ્યું કે 'હું આપની સાથે જ આવવા માંગુ છું. આપના શરણમાંજ રહેવા ઇચ્છુ છું.'

શ્રી બાલકૃષ્ણજી મહારાજે કહ્યું 'ઘણી ખુશીની વાત છે, હું તો તમારી પ્રતિક્ષામાં જ હતો. હવે તમે મારી સાથે ચાલ્યા આવો.'

જમાત તો સ્તબ્ધ જ થઇ ગઇ ! જમાતની વચ્ચેથી તેઓશ્રી તેમનો હાથ પકડીને ચાલવા લાગ્યા. મહંતજી અને અન્ય સર્વે જોતા જ રહી ગયા ! કોઇ કાંઇ પણ કરી ન શકયું. આમ શ્રી બાલકૃષ્ણજીએ જમાતમાં ફસાઇ પડેલા રામરાવની વિમુકિત કરી. શ્રી રામરાવે ભાગ્યવશાત્ નાગા જમાતની ગર્તામાં પડી ગયેલા પોતાને એટલે પતિતને તેમાંથી બહાર કાઢી પછીથી વૈષ્ણવ સંસ્કારોથી જેમણે પવિત્ર કર્યા તે પૂ. બાલકૃષ્ણજી માટે 'પતિતપાવનજી' (પડેલાને પવિત્ર કરનારા) એવું નામ તેઓને યથાર્થ લાગતાં તે નામ મનમાં ધારણ કર્ર્યુ. ત્યારથી પૂ.શ્રીના સદ્ગુરૂ દેવ શ્રી બાલકૃષ્ણજી મહારાજ 'પતિતપાવનજી'ની સંજ્ઞા પામ્યા.

શિષ્ય તરીકે સ્વીકાર અને સાધુ સંસ્કારોનું પ્રદાન

શ્રી પતિત પાવનજી ભગવાને રામરાવજીનો હાથ પકડયો તે કદી ન છોડયો- 'સરનાગત બચ્છલ ભગવાના' તેઓશ્રી તેમને પોતાની સાથે જયપુર નજીક પર્વત માળામાં આવેલ ગલ્તાજીમાં પોતાના આશ્રમે લઇ ગયા. તેઓશ્રીનો પ્રથમ દર્શનથી જ શ્રી રામરાવના મનમાં અપૂર્વ શીતળતાની અનુભૂતિ થઇ હતી. ઘરમાં જેમ માતાનાં પ્રેમ અને વાત્સલ્ય મળતાં હતાં તેવાં જ તેઓશ્રીને પૂજયપાદ શ્રી પતિત પાવનજી તરફથી પ્રાપ્ત થયાં.

ગલ્તાજીમાં શ્રી રામરાવજી પણ પતિત પાવનજીની બહુજ નિષ્ઠાથી દીનતા પૂર્વક સેવા કરતા હતાં. આથી પતિત પાવનજી મહારાજે તેમનું નામ 'ચરણદાસ' રાખ્યું. 'શ્રી સદ્ગુરૂ ચરિત્ર પ્રકાશ'માં જણાવ્યું છે કે,

'નામકરણવિધિ કેરું નામ, 'રામરાવ' રાખેલ સુનામ,

'ચરણદાસ' એ સાર્થક નામ આપ્યું. પતિત પાવન ભગવાન'

અહીં પતિત પાવનજી ભગવાને તેમનાં પંચ સંસ્કાર કર્યા.

શ્રી પતિત પાવનજી ભગવાને અનુગ્રહ કરીને શ્રી રામરાવજીને (ચરણદાસજીને) તિલક અને કંઠી ધારણ કરાવી પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા અને સાધન તથા નિમયો પણ દર્શાવ્યાં. આમ, ઘણી કૃપા કરીને તેઓશ્રીએ તેમને નિજચરણમાં સ્થાન આપ્યું. શ્રી પતિત પાવનજીએ ચરણદાસના યજુર્વેદીય પદ્ધતિ પ્રમાણે સાધુ સંસ્કાર કર્યા પછી તેમને દીક્ષાનામ 'રણછોડદાસ' પ્રાપ્ત થયું.

તેમનું દીક્ષાનામ તો 'બાલકૃષ્ણદાસ' હતું, પછીથી માત્ર દૂધ પર જ રહેતા આ સંત 'પયહારીજી' અથવા 'પયોહારી મહારાજ' કહેવાયા.

જયારે જયારે પોતાના સદ્ગુરૂદેવશ્રી પતિત પાવનજી ભગવાન વિષે વાતચીતનો પ્રસંગ ઉપસ્થિત થતો, ત્યારે આપણા સદ્ગુરૂદેવશ્રી ગદ્ગદ્ વાણીથી તેઓશ્રીના પોતાના તરફના સદ્ભાવનું વર્ણન કરતાં થાકતા નહિ. 'શ્રી ગુરૂદેવ કી અતુલનીય કૃપા ને મુઝ જૈસે પામર, અપાત્રકો ભી અનુપમ નિધિકા આનંદ દિયા હૈ. ઉનકી દયાલુતા કિન શબ્દોમેં બતાઉં ? મુઝ પતિતકો પાવન કરને વાલે શ્રી ગુરૂદેવકો મેં હંમેશા 'શ્રી પતિત પાવનજી' કહતા હૂં મેરા શ્વાસ શ્રી પતિત પાવન ચરણ કમ લેભ્યો નમઃ ' બરાબર બોલતા હૈ, શ્રી પતિતપાવનજી ભગવાનકી મહિમા મૈં જિતની બખાનના ચાહતા હૂં ઉતની હી મેરી વાણી કુઠીત હો જાતી હૈ. (અશ્રુસે છલ છલાઇ આંખે ઐર ગદ્ગદ કંઠસે) ઉનસે સમાન પતિતપાવન, અધમોધ્ધારક સ્વામી નહીં ઔર મેરે સમાન કોઇ પતિત નહીં.!!'

પૂ. પતિત પાવનજી ભગવાન ગલતાજીથી તેમને કાશ્મીરની રસાયણી ગુફામાં લઇ ગયા, જયાં તેમણે સાધાનામાં પ્રગતિ કરી.

પૂ. શ્રી પતિત પાવનજી ભગવાન (જેઓ પછીથી ત્રીજા રામાનંદ પદે બિરાજયા હતાં) સ્વયં સર્વવિદ્યા સંપન્ન બહુશ્રુત સંત હતાં. આથી આવશ્યક શાસ્ત્રજ્ઞાન તો પૂ.શ્રીને તેઓશ્રી તરફથી પ્રાપ્ત થયું જ હતું. આમ છતાં પ્રણાલિકાગત સર્વ શાસ્ત્રો અને વિદ્યાઓનો સર્વાંગ અભ્યાસ શિષ્ય પદ્ધતિસર કરે તેવી એક વત્સલ પિતા જેવી ભાવનાથી તેઓશ્રીએ તેમને કાશી વિદ્યાભ્યાસ માટે મોકલ્યા.

એક વાર ૧૯૬૭ માં સત્સંગમાં પૂ.શ્રીએ જણાવ્યું હતું કે, 'પૂ. શ્રી પતિત પાવનજી ભગવાનને શ્રી રામજીનો સાક્ષાત્કાર પુષ્કારમાં થયો છે, મને ગલ્તાજીમાં.'

પૂ.શ્રીએ તા. ર૬-૪-૧૯પ૬ના રોજ સવારે જામનગરમાં આ ઘટના સ્વમુખે વર્ણવી હતી તે આ પ્રમાણે છે- 'આગે ફિર એક સ્થાન મેં રહા. વહાઁ કુછ સિદ્ધિ પ્રાપ્ત કરી હુઇ એક તાન્ત્રિક માતાજીને, મેં નીંદમેં થા તબ, એક મન્ત્રિત ધાગા બાંધ દિયા. ઉસી કવત અગ્નિ કી તેજ જલન જૈસી જલન મહસૂસ હુઇ, એકદમ શ્રી પતિત પાવનજીકી આજ્ઞા હૃદય મેં સુની કિ 'જાગૃત હોજા ઔર પૈરમેં બાંધે હુએ ધાગે કો છોડ કર પાસમેં બંધી હુઇ ભેંસકો બાંધ દે.'મૈં જગ ગયા ઔર વૈસા કિયા. થોડી દેરમેં ઉસ ભેંસકી મૃત્યુ હો ગઇ. મૈં ચકિત હો વહાઁસે ભી નિકલ ચલા.

(વિગતો સાભાર પૂ. ગુરૂદેવના જીવનકવન ઉપર આધારિત વિવિધ પુસ્તકોમાંથી)

પૂ. ગુરૂદેવનાં સમર્થ પ.પૂ. ગુરૂદેવો

શ્રી રામાનંદ સંપ્રદાયના સંસ્થાપક શ્રી રામાન્દાચાર્યજીના ૧૩ શિષ્યોમાં અનન્તાનંદજી તથા શ્રી કબીરદાસજીનો સમાવેશ થાય છે. શ્રી રામાનન્દાચાર્યજીના દેહાવસાન બાદ શ્રી અનન્તાનંદજી ગુરૂગાદી પર આવ્યા. શ્રી અનન્તાનંદજીના પણ ૧૨ શિષ્ય હતા. જેમાં શ્રી બાલકૃષ્ણદાસજી (પયહારીજી) તથા શ્રી નરહરિદાસજીનો સમાવેશ થાય છે. શ્રી બાલકૃષ્ણદાસજીથી મહારાજ દ્વારા ગુરૂદેવ (શ્રી રણછોડદાસજી મહારાજ)ને પોતાના શરણમાં લઇને સંસ્કારિત કર્યા અને તેમને પોતાની શિષ્ય બનાવ્યા. એવી રીતે બીજી બાજુ શ્રી નરહરિદાસજી મહારાજે ગૌસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજને પોતાના શિષ્ય બનાવ્યા. આ પ્રકારે શ્રી ગુરૂદેવ અને શ્રી તુલસીદાસજી સમકાલીન હતા અને તેમના ગુરૂદેવ પરસ્પર ગુરૂભાઇ હતા.

 જે ગુફામાં ભગવાન અર્થાત્ 'પયહારીજી' ઘણાં વર્ષો સુધી રહ્યા અને તપ કર્યું તે પવિત્ર ગુફા

ગલતાજી જયપુરની નજીક આવેલું છે. શ્રી ગુરૂદેવ રણછોડદાસજીબાપુનાં પૂજ્ય ગુરૂદેવ ગુરૂ શ્રધ્ધેય શ્રી બાલકૃષ્ણદાસજી મહારાજ 'પયહારીજી' (શ્રી પતિત પાવન ભગવાન) લાંબા વર્ષો સુધી ત્યાં જ રહ્યા અને અહીંયા જ તેઓએ પૂ. રણછોડદાસજીબાપુ (બાળક રામરાવ)ને સંસ્કારિત કર્યા અને દીક્ષા દીધી. એટલા માટે પૂ. રણછોડદાસજી બાપુનાં હૃદયમાં ગલતાજી માટે વિશેષ શ્રધ્ધાભાવ હતો. તેઓ કહેતા 'ગલતાજી મને પ્રેરણા દેવાનું મુખ્ય સ્થળ છે... જે ગુફામાં ભગવાન અર્થાત્ 'પયહારીજી' ઘણાં વર્ષો સુધી રહ્યા અને રાજ કર્યું. ત્યાંથી મને મોટી પ્રેરણા મળે છે. જ્યારે કયાંક વિસમતા દેખાય છે, તો હું ત્યાં પહોંચી જઉં છું.'

નિર્વિકારાય નિત્યાય નિરવદ્યાય તેજસે I

સાક્ષાત્ રામરૂપાય બાલકૃષ્ણાય નમોસ્તુને II

પૂ. પયહારીબાબાનાં અનન્ય શિષ્ય પૂ. રણછોડદાસજી બાપુના જીવન કવનમાંથી, તેમની જ સ્વરચિત પ્રાર્થનાના શબ્દોમાંથી પ્રેરણા લઇએ.

યહી અભિલાષા પ્રાણિમાત્ર કે,

માનસ મેં હો મુળ આભાસ I

ભલે ભોગ લૂઁ કષ્ટ સબો કે,

હો ઉનકે દુઃખો કા નાસ II

પૂ. પયહારીબાબાનો કૃપાપાત્ર પૂ. રણછોડદાસજી બાપુના પાવન પગલે તથા તેમની જ પ્રેરણા, આશિર્વાદથી આજે રાજકોટ, ચિત્રકુટ, અનંતપુર, પુષ્કર, ગલતાજી, ગોંડલ સહિતના દેશનાં અનેક સ્થળોએ માનવતાના તેમજ ધર્મના મહાયજ્ઞો ધમધમી રહ્યા  છે.

મહાન સંત  પૂ.પયહારીબાબાનો આવતીકાલે જન્મદિવસ!

આજે મહાસુદ છઠ્ઠના રોજ પ.પૂ. શ્રી રણછોડદાસજી મહારાજના ગુરૂદેવ પ.પૂ. શ્રી પતિતપાવન ભગવાનશ્રીની જન્મજયંતિએ ખાસ ''શ્રી સદ્ગુરૂ સાનિધ્ય'' ભાગ-૭માં પાના નંબર ર૬૯ થી ર૭૩ વચ્ચે શ્રી ગુરૂદેવના શબ્દો કંંડારાયેલા છે કે શ્રી પયહારીબાબા, મહારાજ (જેઓ રામાનંદી સાધુ પંથનાં ત્રીજા ગાદિપતિ હતા)

''યદ્યપિ પર્યંત વિદ્યમાન હૈ જીવિત હૈ. કાશ્મીરથી ૭૦ થી ૮૦ કી.મી. દૂર રસાયણ ગુફામાં છે અજમેર પાસે પુષ્કર અને ગલતાજીમાં પણ શ્રી પયહારી બાબા લાંબો સમય રહ્યા છે.

પૂ. શ્રી ગુરૂદેવ રણછોડદાસજી બાપુનો જન્મ કારતક સુદ-૪ ૧પ૬૯ વિક્રમસંવતના અને તા.૧પ-૧૧-૧પ૧૩ સોમવારના થયેલ.

પૂ. શ્રી ગુરૂદેવનો સાકેતવાસ ચૈત્ર શુકલ પક્ષના ૧૩ ને શનીવાર તા. ૧૯-૪-૧૯૭૦.

શ્રી રામચંદ્રાય નમઃ

શ્રી સદ્ગુરૂ પરમાત્માને નમઃ

રંકા (બિહાર)માં શ્રી સદ્ગુરૂ ભગવાને ગલતા ગુફા વિષે ઉચ્ચારેલ સદ્વચનોઃ

''જયપુરમેં મે઼ને શોચા કિ દર્શન કે લિયે ઇતના દૂર કયો

આયા ? કયા રંકામેં ભગવાન નહિ થે ? ગલતાજીમેં હૈ તો ગુફા, પર

મેરે લિયે તો યહ સજીવ માલૂમ હોતી હૈ. ગુફા મેરે હૃદય કી પ્રેરક

હૈ. મુઝે પ્રેરણા દેને કા મુખ્ય સાધન હૈ.'' ''જયપુર કી ગુફા મેરી

પ્રાણદાતા હૈ. જિસ ગુફામેં ભગવાન કંઇ વર્ષો તક બિરાજે હૈ ઔર

રાજ્ય કિયા. ઉસમેં મુઝ બડી પ્રેરણા મિલતી હૈ. જબ ભી કહીં

વિષયતા દેખતા હું તો વહીં જાતા હું.''

''ગુરૂ કા દયાન હમ ઉન્હે પાર્થિવ માનવ સમઝકર કરતે

હૈ. પરત્ુ જિસને ઇશ્વર ઔર ગુરૂ કો પૃથક માના હૈ વહ સચ્ચા

સાધક નહીં હૈ.''

''સબ જીવ ઇશ્વર સ્વરૂપ હી હૈ. પરન્તુ સાધારણ જનમેં

પ્રભુકી શકિત કા પ્રાદુર્ભાવ ઇતના નહીં હોતા જિતના વિશેષ

વિભૂતિયોમેં હોતા હૈ. શ્રી ગુરૂદેવ વિશેષ વિભૂતિ હૈ.''

''આત્મબલ એક વસ્તુ હૈ. અરે ! જયપુરમેં (પૂજ્ય શ્રી

પતિતપાવન) બૈઠે બૈઠે એક અંગુલી માત્ર ઉઠા દે તો વિશ્વ ઇધરસે

ઉધર હો જાય.''

''સદ્ગુરૂ દેવકા પ્રભુકી કૃપા સે હિ સંબંધ હોતા હૈ.''

-: સંકલન :-

ડો. કનુભાઇ સેજપાલ

(રાજકોટ)

મો. ૯૦૯૯૧ ૪૭૯૯૧

(4:34 pm IST)