રાજકોટ
News of Monday, 21st December 2020

દબાણ હટાવ શાખાનો સપાટો : ૧૦૦ રેંકડી-કેબીન તથા ૯ર૬ કિલો શાકભાજી જપ્ત

જયુબેલી માર્કેટ જંકશન રોડ, મવડી, રૈયા રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી : ર લાખનો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા. ર૧ :  મ્યુ. કોર્પોરેશની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં  શહેરનાં વિવિધ વિસ્તારમાંથી ૧૦૦ રેંકડી -કેબીન, પરચુરણ માલસામાન ર૬ કિલો શાકભાજી જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ ર લાખની વધુનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ.ના.પાના એન્ક્રોંચમેન્ટ ઓફીસરની યાદીમાં જણાવ્યા મુજબ પુષ્કરધામ મેઇન રોડ, યુનિ. રોડ નાના મૌવા રોડ, સંત કબીર રોડ, ધરાર માર્કેટ, રામાપીર ચોકડીથી રૈયાધાર રોડ જયુબેલી માર્કેટ, કનયા છાત્રાલય, મવડી મેઇન રોડ, બાપાસિતારામ ચોક, છોટુનગર, રૈયા રોડ, તિરૂપતિ-૦ર, કાલાવડ રોડ પરાબજાર રોડ, સત્યસાંઇ રોડ, ભીમનગર રોડ, શીતલ પાર્ક ચોકમાંથી રેંકડી યુનિ. રોડ હોસ્પિટલ ચોક, જંકશન રોડ, જયુબેલી માર્કેટ, સત્ય સાંઇ રોડ, મવડી ચોકડી, ધરાર માર્કેટ, પુષ્કરધામ મેઇન રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોરણબાગ, જામનગર રોડ, એરપોર્ટ ગાર્ડન રોડ પર ની ૩૩ પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જયુબેલી માર્કેટ, જંકશન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, મવડી મેઇન રોડ પર ૯રપ કિલો શાકભાજી અને ર બાચકા મોસબી, ર બોકસ  સંતરા જપ્ત કર્યા હતા. જયારે રૂ. ર લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:29 pm IST)