રાજકોટ
News of Monday, 21st December 2020

સિંગતેલમાં વણથંભી તેજીઃ ૧૦ રૂ. વધ્યા

ગત સપ્તાહમાં ૪૦ રૂ. વધ્યા બાદ નવા સપ્તાહે પણ તેજી જારીઃ નવા ટીનના ભાવ રર૭૦થી ર૩૩૦ રૂ. થયાઃ કપાસીયા તેલના ભાવો પણ વધ્યા

રાજકોટ તા. ર૧: નવા સપ્તાહના પ્રારંભે પણ સિંગતેલમાં વણથંભી તેજી ચાલુ રહી છે. આજે ડબ્બે વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં સીઝનની ખાનાર વર્ગની ઘરાકી નીકળતા સિંગતેલમાં આજે વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. સિંગતેલ લુઝ (૧૦ કિગ્રા)ના ભાવ ૧૩૬પ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૭પ રૂ. ભાવ બોલાયા હતા. સિંગતેલ નવા ટીનના ભાવ રરપ૦થી ર૩ર૦ રૂ. હતા તે વધીને રર૭૦ થી ર૩૩૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સિંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ડબ્બે પ રૂ.નો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ૧૭રપ ની ૧૭૪પ રૂ.ની સપાટીએ ભાવ પહોંૅચ્યા હતા. ગત સપ્તાહમાં સિંગતેલ ડબ્બે ૪૦ રૂ.નો ભાવ વધારો થયા બાદ નવા સપ્તાહે પણ તેજી જારી છે. ચીનની ખરીદીના પગલે મગફળીના ભાવો નહિ ઘટતા સિંગતેલના ભાવો વધી રહ્યાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(2:55 pm IST)