મોચી બજાર પાસે અલ્તાફ જસરાયા પર સાત શખ્સોનો છરી-ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ
પંદર દિવસ પહેલા પુત્રનું બાઇક પડાવી લેવા પ્રશ્ને ડખ્ખો થયો'તો : ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો, સલીમ કાથરોટીયા, ફીરોઝ, સિકંદર, મહંમદ ઉર્ફે મેબલો, ફારૂક અને સમીર સામે ગુનો
રાજકોટ, તા. ર૦ : મોચી બજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતા યુવાનને જુના ઝઘડાનો ખાર રાખી મોચીબજાર મચ્છી પીઠ પાસે નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો ખાટકી સહિત સાત શખ્સોએ ધોકા વડે મારમારી હત્યાનો પ્રયાસ કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મોચીબજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતા અલ્તાફભાઇ આમદભાઇ જસરાયા (ઉ.વ.૪૦) ગઇકાલે મોચીબજાર મચ્છીપીઠ પાસે હતા ત્યારે ૧પ દિવસ પહેલા આરોપી સલીમ કરીમભાઇ કાથરોટીયા અને ફીરોજે કેસરી હિંદુપુલ નીચે પુત્રનું મોટર સાયકલ પડાવી લીધેલ હતો જે પરત આપી દેવા અલ્તાફભાઇના ભાઇએ ફોન કરતા ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી ગઇકાલે નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા, સલીમ કરીમભાઇ કાથરોટીયા, ફીરોઝ, સિકંદર, મહંમદ ઉર્ફે મેબલો, ફારૂક અને સમીર કાસમભાઇ સહિતે આવી છરી તથા ધોકાથી હુમલો કરી અલ્તાફભાઇને ગંભીર ઇજા કરી હતી. બનાવ બનતા ભાણેજ અકરમ અમીનભાઇ તેના ઘરે જાણ કરવા જતા તેના પર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી. જોષી તથા રાઇટર જગદીશભાઇએ તપાસ હાથ ધરી છે.