બાપાસીતારામનગરમાં વિરૂ રાઠોડ સંચાલીત જુગારધામ પર દરોડો : પતા ટીંચતા સાત પકડાયા
થોરાળા પોલીસનો દરોડો : મકાન માલીક વિરૂ તથા આશીષ, ભાવેશ, શૈલેષ, રોહીત, સંદીપ અને વિનોદની ધરપકડ : સાતેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ
રાજકોટ,તા. ૨૧: થોરાળામાં બાપા સીતારામ નગરમાં મકાનમાં બકાલાનો વેપારી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સો પકડી લીધા છે.મળતી વિગત મુજબ બાપા સીતારામ નગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના થોરાળા પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ, જયદીપભાઇ રમેશભાઇ તથા યુવરાજસિંહ રાણાને મળતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એસ. ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, સહદેવભાઇ, યુવરાજસિંહ તથા રમેશભાઇ સહિતે બાપા સીતારામ નગર શેરી નં.૫માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક વિરૂ ભરતભાઇ રાઠોડ (ઉવ.૨૫) તથા આશીષ વિનોદભાઇ વીડજા (ઉવ.૩૦) (રહે.નાની વાવડી તા. મોરબી) ભાવેશ બાલુભાઇ સીતાપરા (ઉવ.૩૧) (રહે. પંચાસર રોડ રાજનગર મોરબી), શૈલેષ ખીમજીભાઇ ગણંદીયા (ઉવ.૨૩) (રહે.ભાવનગર રોડ મનહર સોસાયટી) રોહીત અમરભાઇ રાઠોડ (ઉવ.૧૯) (રહે. કીટીપરા જંકશન ગાયકવાડી શેરી નં. ૫) સંદીપ રામજીભાઇ ભાડજા (ઉવ.૨૯) (રહે. નાના મવા રોડ દિપવન સોસાયટી પંચરત્ન એપાર્ટમેન્ટ)અને વિનોદ દેવશીભાઇ પાનખાણીયા (ઉવ. ૪૬) (રહે. મવડી હનુમાન મંદીર પાસે મુળ ગોંડલ)ને પકડી લઇ રૂ. ૩૧,૩૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને પોલીસે સાતેય શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.